દોહામાં પાકિસ્તાન, તુર્કી, કતાર અને ઇન્ડોનેશિયાએ રક્ષા સમજૂતી ‘બદ્ર’ પર મહોર લગાવી
દોહા, નવી દિલ્હી, 22 ઓક્ટોબર (હિ.સ.). પાકિસ્તાન, તુર્કી, કતાર અને ઇન્ડોનેશિયાએ રક્ષા સહયોગને મજબૂત કરવા અને પોતાની સૈન્ય ક્ષમતાઓને વધારવાના ઉદ્દેશ્યથી બુધવારે ‘બદ્ર મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ’ (સમજૂતી) પર હસ્તાક્ષર કર્યા. કતારની રાજધાની દોહામાં
સમજૂતી પર હસ્તાક્ષર સમારોહમાં ચાર દેશોના વરિષ્ઠ રક્ષા પ્રતિનિધિઓ


દોહા, નવી દિલ્હી, 22 ઓક્ટોબર (હિ.સ.). પાકિસ્તાન, તુર્કી, કતાર અને ઇન્ડોનેશિયાએ રક્ષા સહયોગને મજબૂત કરવા અને પોતાની સૈન્ય ક્ષમતાઓને વધારવાના ઉદ્દેશ્યથી બુધવારે ‘બદ્ર મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ’ (સમજૂતી) પર હસ્તાક્ષર કર્યા. કતારની રાજધાની દોહામાં થયેલી આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય સૈન્ય ઉત્પાદન, રક્ષા ટેકનોલોજી, તાલીમ અને સંશોધન તેમજ વિકાસ (આર એન્ડ ડી)ના ક્ષેત્રમાં ચાર દેશો વચ્ચે સહયોગ વધારવાનો છે.

પાકિસ્તાનની ઉર્દૂ ટેલિવિઝન ચેનલ દુનિયા ન્યૂઝ તથા આંતરરાષ્ટ્રીય મીડિયા જીઓ ન્યૂઝ મુજબ, તુર્કીના રાષ્ટ્રીય રક્ષા મંત્રાલય અનુસાર, આ સમજૂતી ચાર દેશોના રક્ષા ઉદ્યોગો વચ્ચે ભાગીદારીને ગાઢ બનાવવા અને તેમની ઔદ્યોગિક ક્ષમતાઓને વિકસિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. મંત્રાલયે જણાવ્યું કે આ પહેલથી દરેક દેશની રક્ષા ઉત્પાદન સંબંધિત વિશેષજ્ઞતાનો લાભ ઉઠાવવા, સંયુક્ત પરિયોજનાઓને પ્રોત્સાહન આપવા અને મિત્ર દેશોની રક્ષા જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ મળી શકે છે.

સમજૂતી પર હસ્તાક્ષર સમારોહમાં ચાર દેશોના વરિષ્ઠ રક્ષા પ્રતિનિધિઓ સામેલ થયા. તુર્કીના રક્ષા મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ, પાકિસ્તાન તરફથી રક્ષા મંત્રી ખ્વાજા આસિફ, તુર્કી તરફથી રક્ષા મંત્રી યાસર ગુલર, કતાર તરફથી ઉપ પ્રધાનમંત્રી અને રક્ષા રાજ્ય મંત્રી શેખ સઉદ બિન અબ્દુલ રહેમાન અને ઇન્ડોનેશિયા તરફથી ઉપ રક્ષા મંત્રી યુસુફ જૌહરીએ તેમાં ભાગ લીધો. સમારોહમાં તુર્કીના રક્ષા ઉદ્યોગ સચિવાલયના પ્રમુખ હલુક ગોરગુન પણ હાજર હતા.

‘બદ્ર’ સમજૂતી હેઠળ ચાર દેશો રક્ષા ક્ષેત્રમાં પોતાની ક્ષમતાઓ અને વિશેષજ્ઞતાને શેર કરવા માટે સહયોગનું માળખું વિકસાવશે. તેના મુખ્ય ક્ષેત્રો છે:

રક્ષા ઉત્પાદન: સૈન્ય ઉપકરણો અને રક્ષા પ્રણાલીઓના નિર્માણમાં સહયોગ વધારવો. તેમાં નવી રક્ષા ટેકનોલોજીઓ અને આધુનિક સૈન્ય પ્રણાલીઓના વિકાસમાં સંયુક્ત પ્રયાસો કરવા. ટેકનિકલ સૈન્ય તાલીમ તથા તાલીમ કાર્યક્રમોના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવું. રક્ષા ઉદ્યોગો વચ્ચે ભાગીદારી, સંયુક્ત ઉત્પાદન અને ટેકનિકલ જાણકારી શેર કરવાની તકો શોધવી.

તુર્કીના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, આ સમજૂતી ચાર દેશોની ઔદ્યોગિક ક્ષમતાઓને મજબૂત કરવા અને સહિયારા સુરક્ષા ઉદ્દેશ્યોને હાંસલ કરવામાં મદદ કરશે. જોકે, હજુ સુધી કોઈ વિશિષ્ટ સંયુક્ત રક્ષા પરિયોજના, તેના ભંડોળ અથવા અમલીકરણની સમય-સીમાનો વિસ્તૃત અહેવાલ સામે આવ્યો નથી.

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું કે, તેમનો દેશ ભરોસાપાત્ર ભાગીદારો સાથે રક્ષા સહયોગ મજબૂત કરવાને મહત્વ આપે છે. તેમણે આ સમજૂતીને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા પ્રત્યે ચાર દેશોની સહિયારી પ્રતિબદ્ધતાનું પ્રતીક ગણાવ્યું. જ્યારે, તુર્કી છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના રક્ષા ઉદ્યોગનો વિસ્તાર કરવા અને સહયોગી દેશોની સૈન્ય ક્ષમતાઓને મજબૂત કરવા પર ભાર મૂકતું રહ્યું છે. કતાર સાથે તેના રક્ષા સંબંધો પહેલેથી જ મજબૂત છે અને કતારમાં તુર્કીનો એક સૈન્ય અડ્ડો પણ છે. ઇન્ડોનેશિયા સાથે પણ તુર્કીના રક્ષા ઉદ્યોગ અને સૈન્ય ટેકનોલોજીના ક્ષેત્રમાં ગાઢ સંબંધો છે. જ્યારે, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે રક્ષા ઉત્પાદન, સૈન્ય તાલીમ તથા ટેકનિકલ સહયોગને લઈને પહેલેથી જ ભાગીદારી મોજૂદ છે.

આ સમજૂતી એવા સમયે થઈ છે, જ્યારે પશ્ચિમ એશિયામાં સુરક્ષા પડકારો અને પ્રાદેશિક તણાવને લઈને ઘણા દેશો પોતાની રક્ષા ક્ષમતાઓને મજબૂત કરવા પર ભાર મૂકી રહ્યા છે. ચાર દેશો વચ્ચેના સહયોગથી રક્ષા ટેકનોલોજી, સૈન્ય તાલીમ અને ઔદ્યોગિક ઉત્પાદનના ક્ષેત્રમાં નવી સંભાવનાઓ ખુલી શકે છે.

જોકે, ‘બદ્ર’ સમજૂતીને લઈને હાલમાં એ સ્પષ્ટ નથી કે તે હેઠળ કયા પ્રકારની રક્ષા પ્રણાલીઓનું સંયુક્ત ઉત્પાદન કરવામાં આવશે અથવા ચાર દેશો કેટલી નાણાકીય પ્રતિબદ્ધતા કરશે.

હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande