
ગાંધીનગર,22 ઓકટોબર (હિ.સ.) ગુજરાત સરકારના વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓના અધ્યક્ષતામાં રચાયેલી સ્થાયી પરામર્શ સમિતિઓમાં આમંત્રિત સભ્યો તરીકે નવા સંસદ સભ્યશ્રીઓની નિમણૂંક કરવામાં આવી છે.
રાજ્યમાં નીતિના અમલીકરણ અને વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે રચાયેલી 13 સ્થાયી પરામર્શ સમિતિઓમાં નીચે મુજબ નવા ફેરફારો કરવામાં આવ્યા છે:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પરામર્શ સમિતિ, નરહરિ અમીનના સ્થાને જીતેન્દ્ર કણઝારીયાને આમંત્રિત સંસદ સભ્ય તરીકે સમાવવામાં આવ્યા છે.
શક્તિસિંહજી ગોહિલના સ્થાને રાજેશ શુક્લની નિમણૂંક કરવામાં આવી છે.
મંત્રી અર્જુન મોઢવાડીયાની પરામર્શ સમિતિ,રમીલા બારાના સ્થાને મુકેશ રાઠવાનો આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ કરાયો છે.
મંત્રી રમણ સોલંકીની પરામર્શ સમિતિ,રામ મોકરીયાના સ્થાને માનસિંહ પરમારની આમંત્રિત સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ