મોટામાત્રા ગામની સીમમાંથી રૂ. ૨.૫૯ લાખનો વિદેશી દારૂ ઝડપાયો: ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ
રાજકોટ, 23 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે વીંછિયા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટામાત્રા ગામની પાતા સીમમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે કરવામાં આવે
દારૂ


રાજકોટ, 23 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે વીંછિયા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટામાત્રા ગામની પાતા સીમમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ દરોડાની કાર્યવાહીમાં કુલ રૂ.૨,૫૯,૦૧૫/- ની કિંમતનો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ત્રણ શંકાસ્પદ આરોપીઓ સામે ગુનો નોંધી તેમની અટકાયત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જસદણ ડિવિઝન વિસ્તારમાં એલસીબી શાખાની ટીમ પ્રોહિબિશન અને જુગાર અંગેની પેટ્રોલીંગ કામગીરીમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોટામાત્રા ગામના અક્ષય માલા બેરાણીના કબ્જા ભોગવટાવાળી ખેતીની જમીન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ખેતરના શેઢાની ઝાડી-ઝાંકરમાં તેમજ વાવેતર કરેલી જુવારની વચમાં સંતાડીને રાખવામાં આવેલો ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ ૩૭૦ બોટલો (કિંમત રૂ. ૧,૯૧,૧૭૫/-) તથા બીયરના ૪૨૪ ટીન (કિંમત રૂ. ૬૭,૮૪૦/-) મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૨,૫૯,૦૧૫/- ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ હિતેશ વાલાણી (રહે. વિંછીયા), અક્ષય રમેશ ઉપદળા (રહે. મોટામાત્રા) અને અક્ષય માલા બેરાણી (રહે. મોટામાત્રા) વિરુદ્ધ વિંછીયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવાયો છે.

હાલમાં ત્રણેય આરોપીઓની અટકાયત કરવાની કાર્યવાહી બાકી હોય, પોલીસ દ્વારા તેમને ઝડપી પાડવા માટે તપાસ ચાલુ કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી રાજકોટ ગ્રામ્ય એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ તથા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિતના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande