કોડિનાર તાલુકાના અરણેજ ખાતે 1.52 કરોડના ખર્ચે નિર્મિત 'આયુષ્માન આરોગ્ય મંદિર'નું લોકાર્પણ કરતાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
સોમનાથ,24 ઓક્ટોબર (હિ.સ.) ''સ્વસ્થ નાગરિક, સશક્ત સમાજ''ને લક્ષમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ અસારવા ખાતે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરો સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન તથા રાજ્યની વિવિધ આરોગ્ય
કોડિનાર તાલુકાના અરણેજ


સોમનાથ,24 ઓક્ટોબર (હિ.સ.) 'સ્વસ્થ નાગરિક, સશક્ત સમાજ'ને લક્ષમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ અસારવા ખાતે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરો સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન તથા રાજ્યની વિવિધ આરોગ્ય સંસ્થાઓનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ઈ-લોકાર્પણમાં કોડિનાર તાલુકાના અરણેજમાં 1.52 કરોડના ખર્ચે તૈયાર થયેલા 'આયુષ્માન આરોગ્ય મંદિર'નો પણ સમાવેશ થાય છે.

આ જ કડીમાં શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ અરણેજ ખાતે ઉપસ્થિત રહી અત્યાધુનિક આરોગ્ય સેવાઓથી સજ્જ 'આયુષ્માન આરોગ્ય મંદિર'નું લોકાર્પણ કર્યું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે, આપણી ભારતીય સંસ્કૃતિમાં સર્વે ભવન્તુ સુખિનઃ ની વિભાવના સમાયેલી છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને તમામ લોકો નિરોગી અને સ્વસ્થ રહે એવી ભાવના રાખનારા છીએ. અરણેજના આયુષ્માન આરોગ્ય મંદિરના લોકાર્પણ થી આસપાસના ૯ ગામના ગ્રામજનોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ સમગ્ર રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ વિકસી છે. છેવાડામાં વસતા દરેક જરૂરિયાતમંદ લોકોને સમયસર આરોગ્ય સારવાર મળે એ અત્યંત જરૂરી છે. અરણેજમાં આરોગ્ય મંદિરની વિકસાવેલી સુવિધા આ દિશામાં જ ઉઠાવાયેલું પગલું છે.

શિક્ષણ અને આરોગ્ય એ 'વિકસિત ભારત' માટે ખૂબ જ જરૂરી આયામો છે. 'સ્વસ્થ નાગરિક, સમૃદ્ધ સમાજ'ના સંકલ્પ સાથે સરકારે વિવિધ આરોગ્ય સેવાઓ નાગરિકો માટે કાર્યરત કરી છે. આજે આ ઈમારતનું માત્ર લોકાર્પણ નથી પરંતુ વ્યક્તિને તંદુરસ્ત રાખવા માટેના મંદિરનું નિર્માણ છે. એમ મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રીએ ઉમેર્યું હતું કે, આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી અરણેજના અંદાજે ૯૦% લોકોને આયુષ્માન કાર્ડ મળ્યાં છે. પૂર આવતા પહેલા પાળ બાંધવી જરૂરી છે. 'પહેલુ સુખ તે જાતે નર્યા' ને અનુસરી અને આયુષ્માન કાર્ડ કઢાવવું પણ અત્યંત જરૂરી છે. આમ કહી મંત્રીશ્રીએ ગ્રામજનોને આયુષ્માન કાર્ડ કઢાવવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીના હસ્તે રૂ. 2.25 કરોડના ખર્ચે કોડિનાર તાલુકાના વડનગર, સરખડી, રોણાજ, મીતિયાજ, આલિદર પેટા આરોગ્ય કેન્દ્રનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવતાં મંત્રીએ મુખ્યમંત્રીનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આયુષ્માન આરોગ્ય મંદિરના માધ્યમથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અરણેજ સેજા હેઠળના પેઢાવાડા, વડનગર, નવાગામ સહિત કુલ 9 ગામોના ગ્રામજનોને 64 લેબ ટેસ્ટ સહિત 378 પ્રકારની સેવાઓથી ઉત્તમ આરોગ્ય સુવિધા મળશે.

આયુષ્માન આરોગ્ય મંદિરમાં માઈનોર ઓ.ટી., પ્રિ-ઓપરેટિવ રૂમ, લેબર રૂમ, અત્યાધુનિક લેબોરેટરી, મમતા ક્લિનિક, કોલ્ડ ચેઈન રૂમ, વિવિધ આયુષ સેવાઓ, ડ્રેસિંગ-ઈન્જેક્શન રૂમ, મેલ/ફિમેલ વૉર્ડ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

ઉપસ્થિત સર્વેએ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રસારિત મુખ્યમંત્રીનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આ તકે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શારદા બાંભણિયા, કોડિનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવા સોલંકી, પૂર્વ સાંસદ દિનુ સોલંકી, અરણેજ સરપંચ રાયસી પઢિયાર જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યઓ, પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર એમ.આર.પઢિયાર, કોડિનારના મામલતદાર એચ.કે.ભાસ્કર સહિત આસપાસના ગામના સરપંચઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande