વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ–2026 ના અમલીકરણ માટે ભાવનગરમાં બેઠક યોજાશે
ભાવનગર,24 ઓક્ટોબર (હિ.સ.) વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ–૨૦૨૬ના અસરકારક અમલીકરણ અને ઔદ્યોગિક એકમોને પડતા પ્રશ્નોના નિરાકરણના હેતુથી ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તા. ૨૬ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ જિલ્લા આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ
ભાવનગર કલેકટર કચેરી ફાઇલ ફોટો


ભાવનગર,24 ઓક્ટોબર (હિ.સ.) વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ–૨૦૨૬ના અસરકારક અમલીકરણ અને ઔદ્યોગિક એકમોને પડતા પ્રશ્નોના નિરાકરણના હેતુથી ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તા. ૨૬ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ જિલ્લા આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના માધ્યમથી ઉદ્યોગકારો અને સરકારી તંત્ર વચ્ચે સંવાદ સ્થાપિત કરી ઔદ્યોગિક વિકાસને લગતા વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે પ્રયાસો કરવામાં આવશે.

ભાવનગર શહેરના વિદ્યાનગર સ્થિત કલેક્ટર કચેરી ખાતે સવારે 11 વાગ્યે યોજાનારા આ કાર્યક્રમમાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME), ગુજરાત રાજ્યના કમિશનર તથા ભાવનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાશે.

બેઠક દરમિયાન ભાવનગર જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ તેમજ ઔદ્યોગિક એસોસિએશનોના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કરવામાં આવશે. આ દરમિયાન ઉદ્યોગકારો દ્વારા રજૂ કરવામાં આવતી સમસ્યાઓ, રજૂઆતો અને સૂચનો અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

ઔદ્યોગિક વિકાસને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ સાથે સંકલન સાધીને જરૂરી કાર્યવાહી અંગે પણ વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત, ઔદ્યોગિક એકમોને કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટેના પ્રયાસો પર ભાર મૂકવામાં આવશે.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉદ્યોગકારો અને સરકારી તંત્ર વચ્ચે સંકલન મજબૂત બનાવવાનો, ઔદ્યોગિક એકમોની સમસ્યાઓના ઉકેલ માટે અસરકારક કામગીરી કરવાનો તથા વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ–2026ના સફળ અમલીકરણને વેગ આપવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande