રશિયાના તાતારસ્તાનમાં આયુર્વેદિક કેન્દ્ર ખુલશે, ભારત-રશિયા સહયોગને મજબૂતી મળશે
વિજયા લક્ષ્મી કઝાન, નવી દિલ્હી, 24 ઓક્ટોબર (હિ.સ.) પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદને રશિયામાં પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રશિયાના તાતારસ્તાનમાં પ્રથમ આયુર્વેદિક કેન્દ્ર સ્થાપિત થવા જઈ રહ્યું છે. આ કેન્
તાતારસ્તાન ઇન્વેસ્ટમેન્ટ ડેવલપમેન્ટ એજન્સીના મુખ્ય કાર્યકારી અધિકારી તાલિયા મિનુલ્લિના


કજાન શહેર


-વિજયા લક્ષ્મી

કઝાન, નવી દિલ્હી, 24 ઓક્ટોબર (હિ.સ.) પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદને રશિયામાં પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રશિયાના તાતારસ્તાનમાં પ્રથમ આયુર્વેદિક કેન્દ્ર સ્થાપિત થવા જઈ રહ્યું છે.

આ કેન્દ્રનું નિર્માણ કાર્ય 2028 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. બીજા કઝાન ભારત-રશિયા બિઝનેસ ફોરમમાં રશિયાના તાતારસ્તાન પ્રાંતના ઝેલેનોડોલ્સ્ક જિલ્લામાં આયુર્વેદિક કેન્દ્ર સ્થાપિત કરવા માટે સત્તાવાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ પરિયોજનામાં ભારતીય સ્વાસ્થ્ય અને વેલનેસ બ્રાન્ડ્સ પણ મદદ કરશે. તેનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓની માંગનું આકલન કરવું અને આયુર્વેદિક સેવાઓના વિસ્તરણની સંભાવનાઓ શોધવી તેમજ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો લાભ પહોંચાડવાનો છે.

તાતારસ્તાન ઇન્વેસ્ટમેન્ટ ડેવલપમેન્ટ એજન્સીના મુખ્ય કાર્યકારી અધિકારી તાલિયા મિનુલ્લિનાએ હિન્દુસ્થાન સમાચારને જણાવ્યું કે, આયુર્વેદનો પ્રચલન વધી રહ્યો છે. તેના સંદર્ભમાં ટાઈમ બિઝનેસ ફોરમમાં એક આયુર્વેદ સેન્ટર ખોલવા પર સહમતિ બની છે. તેના માધ્યમથી એ સમજવાનો પ્રયાસ કરવામાં આવશે કે, રશિયાના આ ક્ષેત્રમાં આયુર્વેદિક ઉપચાર અને પરંપરાગત ભારતીય ચિકિત્સા સેવાઓને કેટલી સ્વીકૃતિ મળે છે. તેમણે કહ્યું કે, આ પહેલને ભારત અને રશિયા વચ્ચે અસ્થાયી રોજગાર સાથે સંકળાયેલા નવા દ્વિપક્ષીય માળખામાંથી પણ સમર્થન મળવાની અપેક્ષા છે. આનાથી નિર્ધારિત પાત્રતા અને તાલીમ પૂર્ણ કરનારા ભારતીય નિષ્ણાતો, જેમ કે પ્રમાણિત આયુર્વેદ ચિકિત્સકો અને થેરાપિસ્ટ, માટે રશિયામાં કામ કરવાની તકો સરળ બની શકે છે.

તેમણે કહ્યું કે, તાતારસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓની હાજરી પણ ભારત અને રશિયા વચ્ચે ચિકિત્સા ક્ષેત્રમાં સહયોગનો મહત્વપૂર્ણ આધાર છે. આમાં લગભગ 1000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. આવા સંજોગોમાં, નવું આયુર્વેદિક કેન્દ્ર બંને દેશો વચ્ચે સ્વાસ્થ્ય સેવાઓ, ચિકિત્સા શિક્ષણ અને પરંપરાગત ઉપચાર પદ્ધતિઓના આદાનપ્રદાનને આગળ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.

રશિયાના કઝાન શહેરમાં, ભારતીય વિદ્યાર્થીઓ દર વર્ષે ચિકિત્સા ક્ષેત્રમાં એડમિશન લઈ રહ્યા છે. અહીં ફી ઓછી હોવાને કારણે દર વર્ષે સેંકડો ભારતીયો અહીં ભણવા માટે આવે છે. લખનૌના રહેવાસી અને હવે રશિયાના નાગરિક ડો. અશુતોષ દ્વિવેદી, ઉત્તર ભારતના વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રોલોંગ એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સના નિર્દેશક દ્વિવેદી કહે છે કે, દર વર્ષે અહીં 170 થી 150 બાળકો પ્રવેશ લે છે. તેઓ જણાવે છે કે, કઝાનમાં એમબીબીએસ ના અભ્યાસ માટે પહેલા ફી 4.16 લાખ રૂબલ (લગભગ 4.92 લાખ રૂપિયા) પ્રતિ વર્ષ હતી, જે હવે વધીને 6.37 લાખ રૂબલ (લગભગ 7.53 લાખ રૂપિયા) થઈ ગઈ છે, પરંતુ ભારતના ખાનગી કોલેજો કરતાં હજુ પણ ખૂબ ઓછી છે. 5 વર્ષમાં 40 લાખથી પણ ઓછા રૂપિયામાં અહીં એમબીબીએસ થઈ જાય છે.

બીજી તરફ ડો. આશિષ મહિન્દ્રા કહે છે કે, વર્ષ 2019 માં એનએમસી એ નિટ માં મિનિમમ ક્વોલિફિકેશનનો નિયમ બનાવ્યો હતો. આ વખતે મિનિમમ માર્ક્સ (કટ ઓફ) ની લિમિટ વધારે હતી તેથી એડમિશન ઓછા થયા છે. ગયા વર્ષે જ્યાં વિદેશમાં એડમિશન માટે મિનિમમ માર્ક્સ સામાન્ય શ્રેણી માટે 150 હતા જ્યારે આ વર્ષે આ સીમા 250 રહી. જ્યારે રિઝર્વ શ્રેણીના 120 માર્ક્સથી વધીને 177 થઈ ગયા. આ ઉપરાંત આ વર્ષે નિટ , રી-નિટ અને પછી ટેસ્ટ થવાને કારણે ભારતમાં એડમિશન મોડા થયા જ્યારે રશિયામાં એડમિશન સપ્ટેમ્બર દરમિયાન થઈ જાય છે. તેથી ઓછા એડમિશન થયા. મહિન્દ્રા અનુસાર, સમગ્ર રશિયામાં લગભગ 20000 બાળકો મેડિકલનું શિક્ષણ લઈ રહ્યા છે.

શું કહે છે વિદ્યાર્થીઓ-

તમિલનાડુના કોઈમ્બતુરના રહેવાસી અને સેકન્ડ યરના વિદ્યાર્થી ચિરંજીવી કહે છે કે, વર્ષ 2022 માં યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી, આવતા વર્ષે અમારા અહીં એડમિશન વધી ગયા હતા. તેઓ જણાવે છે કે ફી વધી ગઈ છે, હોસ્ટેલમાં 6000 રૂબલ પ્રતિ માસ ખર્ચ થઈ રહ્યા છે.

વેલ્લુરની હરિપ્રિયા અશોકાએ જણાવ્યું કે, અમારા વિશ્વવિદ્યાલય કઝાન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં વધુ વિદ્યાર્થીઓ ઉત્તર ભારતના છે અને પછી દક્ષિણ ભારતના છે. શરૂઆતમાં અહીં ભાષા અને શાકાહારી ભોજન મોટી અડચણ હોય છે, પરંતુ આખો અભ્યાસ અંગ્રેજીમાં થાય છે, તેથી ભણવામાં સમસ્યા નથી. રશિયન ધીમે ધીમે સમજાવા લાગે છે.

એમબીબીએસ નો અભ્યાસ કરી રહેલા ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ હરિદ્વારની રહેવાસી તનુ ચૌધરી અને ગોરખપુરની ફરહીન ખાને કહ્યું કે યુક્રેન યુદ્ધની અમારી ભણતર કે, દિનચર્યા પર કોઈ ખાસ અસર નથી. ક્યારેક ક્યારેક એલર્ટ આવે છે, પરંતુ હવે તો અહીંના લોકો સાથે આદત પડી ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયા લક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande