અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2026 બાળકો અને વિદ્યાર્થીઓ માટે વિશેષ ડોમમાં સાહિત્યિક સંવાદ, વિચારવિમર્શ
અમદાવાદ,24 ઓકટોબર (હિ.સ.) અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2026 તેમજ કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા આયોજિત ‘છાપ પ્રદર્શન’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સરદાર તરનજીતસિંહ સંધૂની વિશેષ
Ahmedabad International Book Festival-2026 Literary dialogue, discussions in a special dome for children and students


અમદાવાદ,24 ઓકટોબર (હિ.સ.) અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2026 તેમજ કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા આયોજિત ‘છાપ પ્રદર્શન’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સરદાર તરનજીતસિંહ સંધૂની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ગુરુદ્વારા સુધારણા ચળવળના પ્રણેતા અને સ્વાતંત્ર્ય વીર સરદાર તેજાસિંહ સમુંદ્રીના જીવન પર આધારિત પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું

આ ફેસ્ટિવલમાં બાળકો અને વિદ્યાર્થીઓ માટે વિશેષ ડોમમાં સાહિત્યિક સંવાદ, વિચારવિમર્શ, કવિતા પઠન અને વિવિધ વિષયો પર નિષ્ણાતોનાં માર્ગદર્શન સહિતના કાર્યક્રમો યોજાવાના છે. બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને સર્જનાત્મકતા વિકસે તે હેતુથી LEGO, પઝલ તથા STEM (વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) આધારિત વર્કશોપનું આયોજન કરાયું છે. આ ઉપરાંત, બાળકોની કલ્પનાશક્તિ અને કૌશલ્યને પ્રોત્સાહન આપવા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ પણ યોજાનાર છે.

ખાસ કરીને, પ્રથમ વખત સ્કલ્પચર વર્કશોપ યોજાઈ રહી છે, જ્યાં બાળકો નકામા કચરા અને વેસ્ટ પ્રોડક્ટ્સમાંથી રિસાઇક્લિંગ દ્વારા સુંદર શિલ્પકૃતિઓ બનાવતા શીખશે. આ ઉપરાંત, યુવા સાહસિકો અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ ‘ઇનોવેશન વિંગ’ પણ તૈયાર કરાઈ છે, જેમાં દેશના નવીન વિચારો, ઉત્પાદનો અને ટેક્નોલોજી ક્ષેત્રના નવતર પ્રયોગો પ્રદર્શિત કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande