જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળી, લસણ અને કપાસની બમ્પર આવક: 66 અને 9 નંબરની મગફળીના ભાવ ₹2500 સુધી બોલાયા
જામનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં વિવિધ કૃષિ પેદાશોની આવકમાં મોટો વધારો જોવા મળ્યો છે, જેમાં સૌથી વધુ આવક મગફળી, લસણ અને કપાસની થઈ છે. યાર્ડમાં 66 નંબર અને 9 નંબરની વિશેષ ગુણવત્તાયુક્ત મગફળીના ભાવ રૂ. 2300થી લઈને રૂ.
હાપા યાર્ડ


જામનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં વિવિધ કૃષિ પેદાશોની આવકમાં મોટો વધારો જોવા મળ્યો છે, જેમાં સૌથી વધુ આવક મગફળી, લસણ અને કપાસની થઈ છે. યાર્ડમાં 66 નંબર અને 9 નંબરની વિશેષ ગુણવત્તાયુક્ત મગફળીના ભાવ રૂ. 2300થી લઈને રૂ. 2500 સુધી પહોંચતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો છે.

તાજેતરમાં હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલી હરરાજીમાં કુલ 544 જેટલા ખેડૂતો 21 જુદી જુદી જણસીઓની 26,091 મણ જેટલી મંગી આવક લઈને પહોંચ્યા હતા. આ તમામ જણસીઓમાં સૌથી વધુ દબદબો મગફળીનો રહ્યો હતો, જેની એકમાત્ર 10,925 મણની આવક નોંધાઈ હતી. મગફળી ઉપરાંત યાર્ડમાં લસણની 5616 મણ અને કપાસની 3053 મણની આવક થતાં યાર્ડ ખેતપેદાશોથી ઊભરાઈ ગયું હતું.

ભાવની વાત કરવામાં આવે તો, યાર્ડમાં 66 નંબરની મગફળીના ભાવ રૂ. 1500થી લઈને મહત્તમ રૂ. 2480 સુધી બોલાયા હતા, જ્યારે 9 નંબરની મગફળીના ભાવ રૂ. 1800થી રૂ. 2300 સુધી રહ્યા હતા. આ સિવાય સામાન્ય ઝીણી મગફળી રૂ. 1200થી 1730 અને જાડી મગફળી રૂ. 1150થી 1610ના ભાવે વેચાઈ હતી. અન્ય મુખ્ય પાકોમાં કપાસના ભાવ રૂ. 1820થી 1985 અને જીરૂના ભાવ રૂ. 3500થી 5180 સુધી નોંધાયા હતા.

આ સિવાય અન્ય પાકોની આવક પર નજર કરીએ તો, યાર્ડમાં સોયાબીન 1538 મણ, જીરૂ 1113 મણ, ચણા 820 મણ, ઘઉં 775 મણ, ડુંગળી 710 મણ, વટાણા 453 મણ અને અડદની 450 મણ આવક થઈ હતી. સાથે જ સફેદ ચણા, રાયડો, એરંડા, તલ, બાજરી, મરચાં તેમજ તુવેર અને વાલ જેવી અન્ય જણસીઓ પણ હરરાજી માટે લાવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande