સુરત સિવિલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ, ફાયર વિભાગે સમયસર મેળવી લીધો કાબૂ
સુરત, 24 ઓક્ટોબર (હિ.સ.) સુરતની નવી સિવિલ હોસ્પિટલના જૂના માઈક્રોબાયોલોજી વિભાગમાં ઇલેક્ટ્રિકલ સમારકામ દરમિયાન અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ડક્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતાં હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે,
Fire Breaks Out at Surat Civil Hospital


સુરત, 24 ઓક્ટોબર (હિ.સ.) સુરતની નવી સિવિલ હોસ્પિટલના જૂના માઈક્રોબાયોલોજી વિભાગમાં ઇલેક્ટ્રિકલ સમારકામ દરમિયાન અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ડક્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતાં હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, જે સ્થળે સમારકામ ચાલી રહ્યું હતું ત્યાં કોઈ દર્દી હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

ઘટના સમયે વિભાગમાં કામ કરી રહેલા ચારથી પાંચ કર્મચારીઓ આગ લાગતાં જ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. હોસ્પિટલના ઇન્ચાર્જ આર.એમ.ઓ. ડૉ. લક્ષ્મણ ટેલિયાના જણાવ્યા અનુસાર, ઇલેક્ટ્રિકલ કામ દરમિયાન ડક્ટમાં સ્પાર્ક થતાં નજીકમાં રહેલી જ્વલનશીલ વસ્તુઓએ આગ પકડી હતી. બનાવની જાણ થતાં જ હોસ્પિટલના અધિકારીઓ અને ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી.

આગને કાબૂમાં લેવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના છ ફાયર સ્ટેશનમાંથી આશરે નવ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ફાયર જવાનોએ ઝડપી કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટા નુકસાનના પણ અહેવાલ નથી.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande