આરોગ્ય મંદિરોના લોકાર્પણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ
જુનાગઢ,24 ઓક્ટોબર (હિ.સ.) સમગ્ર રાજ્યમાં વિવિધ આરોગ્ય મંદિરના લોકાર્પણના કાર્યક્રમના યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમની સાથે-સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ આ અંગેનો એક આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાયો હતો ડાભોર રોડ ખાતે આવેલા નગરપાલિકાના કોમ્યુનિ
આરોગ્ય મંદિરોના લોકાર્પણનો


જુનાગઢ,24 ઓક્ટોબર (હિ.સ.) સમગ્ર રાજ્યમાં વિવિધ આરોગ્ય મંદિરના લોકાર્પણના કાર્યક્રમના યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમની સાથે-સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ આ અંગેનો એક આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાયો હતો

ડાભોર રોડ ખાતે આવેલા નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાન બારડ સહિતના પદાધિકારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લામાં 13 કરોડના ખર્ચે બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બે નવા સબ સેન્ટરનું લોકાર્પણ આજે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. જેનાથી જિલ્લાની આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનશે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક કરે આરોગ્યના જે માપદંડો છે તેમાં માનવ વિકાસ સૂચકાંકમાં એક મહત્વપૂર્ણ અને પાયાનો માપદંડ છે. લોકોની તંદુરસ્તી કેવી છે તેના આધારે માનવજીવન કેટલું ઉન્નત છે તેનો આંક નક્કી થતો હોય છે.

કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર લોકોની આરોગ્યની દરકાર રાખીને જાહેર જનતાનું આરોગ્ય જળવાય તે માટે સતત ચિંતિત છે અને તેને ધ્યાનમાં રાખીને સમયાંતરે નવા આરોગ્ય કેન્દ્ર મંદિરો ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોગ્ય, શિક્ષણ જેવા વિભાગો જે સીધી રીતે લોકોને સ્પર્શે છે ત્યારે તેમનીની આ ઉપયોગીતાને ધ્યાનમાં રાખીને જિલ્લામાં ૭૦ જેટલી જગ્યાઓ આ વિભાગોના ઉપયોગ માટે સુપ્રત કરવામાં આવી છે.

જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, તેઓ સમયાંતરે જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત લે છે ત્યારે તેઓ આરોગ્ય મંદિરની ચોક્કસ મુલાકાત લે છે. અત્યાર સુધીની તેમની મુલાકાતમાં ક્યાંય પણ આરોગ્યલક્ષી ફરિયાદ જોવા મળી નથી. એનો મતલબ એ છે કે આરોગ્યકર્મીઓ પોતાની પૂરી નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવીને લોકોને સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે.

આજે લોકાર્પણ થયેલા આરોગ્ય મંદિરને અનુલક્ષીને તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જ્યારે આપણને નવા આરોગ્ય મંદિર આપવામાં આવ્યા છે, ત્યારે હવે આપણી જવાબદારી છે કે લોકોને વધુ સક્ષમ અને સારી રીતે આધુનિક આરોગ્ય સુવિધાઓ પૂરી પાડીએ.

આ અવસરે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરુણ રોયે જિલ્લામાં આરોગ્યલક્ષી લેવામાં આવેલા પગલાંઓ, મેળવેલી ઉપલબ્ધિઓ અને નવા સબ સેન્ટરોથી થનારા લાભની વાત કરી હતી.

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના સિવિલ હોસ્પિટલથી આરોગ્ય મંદિરોના થનારા લોકાર્પણના કાર્યક્રમનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.

આ તકે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ મહેન્દ્ર પીઠિયા, શાસક પક્ષના નેતા મનોજ સોલંકી, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. શીતલ રામ, એપેડેમિક ઓફિસર ડૉ. દિવ્યેશ ગોસ્વામી સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને વેરાવળના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande