
સોમનાથ 24 ઓક્ટોબર (હિ.સ.) આજરોજ ગીરગઢડા જલારામ વાડી ખાતે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે ગીરગઢડા તાલુકાનાં ગામોમાં રૂ. 6.75 કરોડના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત તથા રૂ. 1.85 કરોડના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
15મા નાણાપંચ, 15% વિવેકાધીન અને ATVT યોજના હેઠળ ગીરગઢડા તાલુકાનાં વિવિધ ગામોમાં વિકાસકાર્યોને નવી ગતિ મળી છે.
આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે ગીરગઢડા તાલુકાના ગામોના સરપંચઓને વિકાસકાર્યોના વર્ક ઓર્ડર અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જીલ્લા પંચાયતના પ્રમુખ દ્વારકાદાસ દોમડીયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ કાળુ રૂપાલા, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશ રાખોલીયા,કે જેઓ ગીર ગઢડા તાલુકામાં વધુમાં વધુ વિકાસના કામો માટે પ્રયત્નશીલ રહે છે પંચાયતના પ્રમુખમાનભાઈ મકવાણા, સહિત જીલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યઓ, સરપંચઓ, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ