હારીજના સાંકરા ગામે ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું, 3.57 લાખના 37 છોડ સાથે 58 વર્ષીય શખ્સ પકડાયો
પાટણ, 24 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સાંકરા ગામેથી પાટણ એન્ટી નાર્કોટીક્સ વિંગે ગાંજાના ગેરકાયદે વાવેતરનો પર્દાફાશ કરી 58 વર્ષીય વિઠાજી દલશાજી ઠાકોરને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આરોપીની જગ્યાએ દરોડો પાડીને લીલા ગાંજાના કુલ 37 છ
હારીજના સાંકરા ગામે ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું, 3.57 લાખના 37 છોડ સાથે 58 વર્ષીય શખ્સ પકડાયો


પાટણ, 24 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સાંકરા ગામેથી પાટણ એન્ટી નાર્કોટીક્સ વિંગે ગાંજાના ગેરકાયદે વાવેતરનો પર્દાફાશ કરી 58 વર્ષીય વિઠાજી દલશાજી ઠાકોરને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આરોપીની જગ્યાએ દરોડો પાડીને લીલા ગાંજાના કુલ 37 છોડ જપ્ત કરવામાં આવ્યા હતા. આ છોડનું કુલ વજન 7.152 કિલોગ્રામ નોંધાયું છે, જ્યારે તેની અંદાજિત બજાર કિંમત રૂ. 3,57,600 આંકવામાં આવી છે.

પોલીસને ખાનગી બાતમી મળી હતી કે સાંકરા ગામમાં વિઠાજી દલશાજી ઠાકોર પોતાની જગ્યામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરીને તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે એન્ટી નાર્કોટીક્સ વિંગે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીના રહેણાંક મકાન નજીક આવેલી ખુલ્લી અવાવરુ જગ્યામાં લીમડા અને બાવળનાં ઝાડ નીચે ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ છોડની ઊંચાઈ દોઢ ફૂટથી લઈને 9 ફૂટ સુધીની હોવાનું સામે આવ્યું હતું.

આ મામલે આરોપીની પૂછપરછ કરતાં તેણે ગાંજાનું વાવેતર પોતાના પીવા માટે કર્યું હોવાનું જણાવ્યું હતું. જોકે, ગેરકાયદે વાવેતર મળી આવતાં હારીજ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ પીએસઆઈ કે. બી. દેસાઈ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર મામલે આગળની તપાસ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande