ભૂકંપ સામે સજ્જતા વધારવા ભુજમાં ISRની ‘સુરક્ષા’ કાર્યશાળા યોજાઈ
કચ્છ, 24 ઓક્ટોબર (હિ.સ.) : ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભુજ ખાતે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) દ્વારા ‘સુરક્ષા’ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભૂકંપ પૂર્વતૈયારી,
ભૂકંપ સામે સજ્જતા વર્કશોપનું આયોજન


ભૂકંપ સામે સજ્જતા વર્કશોપનું આયોજન


ભૂકંપ સામે સજ્જતા વર્કશોપનું આયોજન


ભૂકંપ સામે સજ્જતા વર્કશોપનું આયોજન


ભૂકંપ સામે સજ્જતા વર્કશોપનું આયોજન


ભૂકંપ સામે સજ્જતા વર્કશોપનું આયોજન


કચ્છ, 24 ઓક્ટોબર (હિ.સ.) : ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભુજ ખાતે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) દ્વારા ‘સુરક્ષા’ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભૂકંપ પૂર્વતૈયારી, જોખમનું મૂલ્યાંકન, માઇક્રોઝોનેશન અને આપત્તિ સમયે સલામતી અંગે માર્ગદર્શન અપાયું હતું.

26 જાન્યુઆરી, 2001ના વિનાશક ભૂકંપે કચ્છ સહિત ગુજરાતમાં ભારે તારાજી સર્જી હતી. કચ્છ ભૂકંપીય જોખમ ધરાવતા ઝોન-5માં આવતું હોવાથી અહીં ભૂકંપ અંગે જાગૃતિ, સુરક્ષિત બાંધકામ અને વૈજ્ઞાનિક નિરીક્ષણનું વિશેષ મહત્વ છે. આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કાર્યશાળામાં નાગરિકોમાંથી ભૂકંપનો ભય દૂર કરી વૈજ્ઞાનિક સમજ કેળવવા તથા આપત્તિ સમયે યોગ્ય પ્રતિસાદ આપવા પર ભાર મૂકાયો હતો.

ભૂકંપ સંશોધન અને નિરીક્ષણને વેગ આપવા વર્ષ 2004માં ગાંધીનગર ખાતે ISRની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થા ભૂકંપની ગતિવિધિઓનો અભ્યાસ, ભૂગર્ભીય હલચલનું નિરીક્ષણ અને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સમાં ભૂકંપીય જોખમનું મૂલ્યાંકન કરવાની કામગીરી કરે છે.

ગુજરાતમાં કાર્યરત 110થી વધુ ભૂકંપ નિરીક્ષણ મથકોનું નેટવર્ક ધરતીની અંદર થતી ગતિવિધિઓ પર નજર રાખે છે. આ વ્યવસ્થાથી ભૂકંપનું કેન્દ્રબિંદુ અને તીવ્રતા અંગે ઝડપથી માહિતી મેળવવામાં મદદ મળે છે. કચ્છમાં કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ, કાત્રોલ હિલ ફોલ્ટ અને સાઉથ વાગડ ફોલ્ટ જેવા મહત્વપૂર્ણ ભૂગર્ભીય વિસ્તારોનો અભ્યાસ પણ કરવામાં આવે છે.

કાર્યશાળામાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજના મેયર શીતલ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલ ગઢવી અને અધિક કલેક્ટર પ્રવીણ વિથાણી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ, ફાયર વિભાગ, 108 ઇમરજન્સી સેવા, ઇજનેરો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 100 સહભાગીઓએ કાર્યશાળામાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ દ્વારા ભૂકંપ સામે સજ્જતા વધારવા, જોખમ અંગે સમજ વિકસાવવા અને સુરક્ષિત સમાજના નિર્માણ માટે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande