ભાવનગરમાં વિદેશી દારૂની 1,344 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો: કાર અને મોબાઇલ સહિત 6.87 લાખનો મુદ્દામાલ કબજે
ભાવનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પોલીસે વેળાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,
પકડાયેલ આરોપી


ભાવનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પોલીસે વેળાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,344 બોટલ સહિત કુલ રૂપિયા 6,87,784નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ વેળાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, સીદસરનો ઇનાયત ઉર્ફે ટીકો સત્તારભાઈ રાઠોડ પોતાની બ્લુ કલરની સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂ ભરી અમદાવાદ તરફથી ભાવનગર આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી કારને ઝડપી પાડી હતી.

કારની તપાસ દરમિયાન બેગપાઇપર ડીલક્સ વ્હિસ્કીની 180 મિલીલીટરની કુલ 1,344 સીલપેક બોટલ મળી આવી હતી. પોલીસે દારૂની બોટલો, કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 6,87,784નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે ઝડપાયેલા આરોપી ઇનાયત ઉર્ફે ટીકો સત્તારભાઈ રાઠોડ રહે. પ્લોટ નંબર 187, 25 વારિયા, સીદસર, ભાવનગરની ધરપકડ કરી તેની સામે વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કબજે કરાયેલ મુદ્દામાલમાં રૂપિયા 1,82,784ની કિંમતની વિદેશી દારૂની બોટલો, રૂપિયા 5 લાખની સ્વીફ્ટ કાર અને રૂપિયા 5,000નો ઓપ્પો કંપનીનો મોબાઇલ ફોન સામેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande