જામનગરમાં બે કરોડથી વધુના વિદેશી દારૂ પર પોલીસનું બુલડોઝર, જથ્થાનો નાશ કરાયો
જામનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લામાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓ હેઠળ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં પકડાયેલ રૂ. 2 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ કોર્ટના હુકમ અને એસડીએમની મંજૂરી બાદ નાશ કરવામાં આવ્યો છે. જામનગ
દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો


જામનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગર જિલ્લામાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓ હેઠળ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં પકડાયેલ રૂ. 2 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ કોર્ટના હુકમ અને એસડીએમની મંજૂરી બાદ નાશ કરવામાં આવ્યો છે.

જામનગર જિલ્લાના પંચ-એ, પંચ-બી, સિક્કા, કાલાવડ ટાઉન અને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પ્રોહિબિશનના અલગ-અલગ કેસોમાં પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. છેલ્લા ચારથી પાંચ મહિના દરમિયાન પકડાયેલી કુલ 54,991 વિદેશી દારૂની બોટલો, જેની બજાર કિંમત રૂ. 2,03,74,000 આંકવામાં આવી છે, તેને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નિકાલ માટે લાવવામાં આવી હતી.

મુદ્દામાલના નિકાલની પ્રક્રિયા અંતર્ગત સુરક્ષિત જગ્યાએ આ તમામ વિદેશી દારૂની બોટલો પર રોલર ફેરવીને તેનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઓપરેશન અંગે જામનગર ગ્રામ્યના ડીવાયએસપી પીયુષ વાંદાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સક્ષમ અધિકારીઓની મંજૂરી અને ન્યાયિક આદેશોનું પાલન કરીને નિયમોનુસાર દારૂના આ જંગી જથ્થાને નષ્ટ કરવામાં આવ્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande