સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ‘રાસોત્સવ 5.0’ની ધમાકેદાર ઉજવણી, જીગ્નેશ કવિરાજના તાલે ખેલૈયાઓ ઝૂમ્યા
પાટણ, 24 ઓક્ટોબર (હિ.સ.) સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ગત 23 સપ્ટેમ્બરની રાત્રે નવરાત્રી નિમિત્તે ‘રાસોત્સવ 5.0’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં સિદ્ધપુરના ધારાસભ્ય અને યુનિવર્સિટીના પ્રમુખ બલવંતસિંહ રાજપૂત પરિવાર સાથે ઉ
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ‘રાસોત્સવ 5.0’ની ધમાકેદાર ઉજવણી, જીગ્નેશ કવિરાજના તાલે ખેલૈયાઓ ઝૂમ્યા


ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ‘રાસોત્સવ 5.0’ની ધમાકેદાર ઉજવણી, જીગ્નેશ કવિરાજના તાલે ખેલૈયાઓ ઝૂમ્યા


ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ‘રાસોત્સવ 5.0’ની ધમાકેદાર ઉજવણી, જીગ્નેશ કવિરાજના તાલે ખેલૈયાઓ ઝૂમ્યા


પાટણ, 24 ઓક્ટોબર (હિ.સ.) સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ગત 23 સપ્ટેમ્બરની રાત્રે નવરાત્રી નિમિત્તે ‘રાસોત્સવ 5.0’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં સિદ્ધપુરના ધારાસભ્ય અને યુનિવર્સિટીના પ્રમુખ બલવંતસિંહ રાજપૂત પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મા જગદંબાની પૂજા-અર્ચના કરી આરતી ઉતારી હતી અને નવરાત્રીના પાવન પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે ખેલૈયાઓ અને વિદ્યાર્થીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં જાણીતા લોકગાયક જીગ્નેશ કવિરાજે પોતાના લોકપ્રિય ગરબા ગીતોની પ્રસ્તુતિ કરીને ઉત્સવમાં રંગ જમાવ્યો હતો. તેમના ગીતોના તાલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ઉત્સાહભેર રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. પરંપરાગત ગરબા અને સંગીતના સૂર સાથે સમગ્ર પરિસર નવરાત્રીના રંગે રંગાયું હતું. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે પણ ખેલૈયાઓ સાથે ગરબામાં ભાગ લઈને ઉત્સવની ખુશીઓમાં સહભાગી બન્યા હતા.

આ ભવ્ય રાસોત્સવમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ સહિત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર, ડીન, વિવિધ વિભાગોના અધિકારીઓ, સ્ટાફ સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંગીત, સંસ્કૃતિ અને પરંપરાના સંગમ સમાન આ કાર્યક્રમમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ‘રાસોત્સવ 5.0’ દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નવરાત્રીની પરંપરાને નજીકથી માણવાની અને સામૂહિક ઉજવણીમાં જોડાવાની તક મળી હતી. સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande