રાધનપુરમાં ગચ્છાધિપતિ અભયસૂર મહારાજના ચાતુર્માસ નિમિત્તે 47 દિવસીય ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ
પાટણ, 24 ઓક્ટોબર (હિ.સ.) : રાધનપુરમાં ગચ્છાધિપતિ અભયસૂરજી મહારાજના ચાતુર્માસ નિમિત્તે ૪૭ દિવસીય ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે ચિંતામણી શેરીથી ભદ્ર સાધના સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં જૈન સમાજ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્
રાધનપુરમાં ગચ્છાધિપતિ અભયસૂરજી મહારાજના ચાતુર્માસ નિમિત્તે ૪૭ દિવસીય ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ


રાધનપુરમાં ગચ્છાધિપતિ અભયસૂરજી મહારાજના ચાતુર્માસ નિમિત્તે ૪૭ દિવસીય ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ


પાટણ, 24 ઓક્ટોબર (હિ.સ.) : રાધનપુરમાં ગચ્છાધિપતિ અભયસૂરજી મહારાજના ચાતુર્માસ નિમિત્તે ૪૭ દિવસીય ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે ચિંતામણી શેરીથી ભદ્ર સાધના સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં જૈન સમાજ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શોભાયાત્રા દરમિયાન સમગ્ર નગરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો અને શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ સાથે મહારાજશ્રીનું સ્વાગત કર્યું હતું.

શોભાયાત્રાના માર્ગમાં વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રઘુવંશી સમાજના પ્રમુખ આર. આર. ઠક્કર સહિત ગાયત્રી મંદિર, બ્રહ્માકુમારી, દરજી સમાજ, શ્રી રામ સેવા સમિતિ, રઘુવંશી સમાજ અને પોલીસ સ્ટાફે સ્વાગત કરી ધાર્મિક પ્રસંગને આવકાર્યો હતો. આ પ્રસંગે DySP કૃણાલસિંહ પરમાર અને PI આર. બી. વાધીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સમાજોના સહભાગિતાથી રાધનપુરમાં સામાજિક એકતા, પરસ્પર સહકાર અને સદભાવનાનો સંદેશ ફેલાયો હતો.

શોભાયાત્રા ભદ્ર સાધના ખાતે પહોંચ્યા બાદ વોરા ચોથીબેન ધુડાલાલ પરિવાર દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. આ ૪૭ દિવસીય ધાર્મિક કાર્યક્રમોના આયોજનમાં વોરા ચોથીબેન ધુડાલાલ, વોરા ધુડાલાલ કાળીદાસ, બંધવડવાળા પરિવાર (મૂળ બેણપ, હાલ સુરત) તેમજ તેમના પુત્ર વિનોદભાઈનો સહયોગ રહ્યો છે.

આગામી દિવસોમાં યોજાનારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા શ્રદ્ધાળુઓને ધર્મ, ભક્તિ અને આધ્યાત્મિકતાનો લાભ મળશે. સમગ્ર આયોજનને લઈને જૈન સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande