જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસની સમીક્ષા બેઠક યોજાઈ
જુનાગઢ,24 ઓક્ટોબર (હિ.સ.) આગામી 30 ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ‘ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) નું લોકાર્પણ સહિત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24 મા હપ્ત
જૂનાગઢ જિલ્લા કલેક્ટર  યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને


જુનાગઢ,24 ઓક્ટોબર (હિ.સ.) આગામી 30 ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ‘ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) નું લોકાર્પણ સહિત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24 મા હપ્તા પેટે દેશના 9.62 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 19240 કરોડથી વધુની રકમ સીધી બેંક ખાતામાં (DBT) ટ્રાન્સફર કરવામાં આવશે. જેમાં રાજ્યના ૫૨.૨૯ લાખથી વધુ ખેડૂતોને રૂ.1048 કરોડથી વધુની સહાય પ્રાપ્ત થશે.

કેન્દ્ર સરકારના કૃષિ વિભાગ દ્વારા આયોજિત આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં યોજાનારા તમામ સ્થાનિક કાર્યક્રમોના સફળ અને સુચારુ અમલીકરણ માટે કલેક્ટર કચેરીના વી.સી. રૂમ ખાતે જિલ્લા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બીલખા ખાતે યોજાશે.

આ સમીક્ષા બેઠક દરમિયાન જિલ્લા કક્ષાએ તેમજ જિલ્લા પંચાયત સીટ કક્ષાએ યોજાનારા વિવિધ કાર્યક્રમોના સ્થળોની પસંદગી, લાઈવ સ્ક્રીનિંગ, સુરક્ષા તથા પ્રોટોકોલ અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબરના મુખ્ય કાર્યક્રમ દરમિયાન ભીલડી ખાતે રૂ. 328.77 કરોડના ખર્ચે 235 એકરમાં તૈયાર થયેલ BBBRC સંકુલના ઉદ્ઘાટન, થરાદ અને રાધનપુરમાં 2 નવા CBG (કોમ્પ્રેસ્ડ બાયો ગેસ) પ્લાન્ટનું ઈ-ભૂમિપૂજન, બનાસ ડેરીના નવા પોટેટો પ્લાન્ટ એક્સપાન્શનનું ઈ લોકાર્પણ પણ વડાપ્રધાનશ્રીના હસ્તે કરવામાં આવશે. જેનું સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આ તમામ પ્રોજેક્ટ્સ અને મુખ્ય કાર્યક્રમનું સીધું પ્રસારણ દર્શાવવા માટે સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ઉપરોક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોર, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.બારડ, જિલ્લા કક્ષાના તમામ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને તાલુકા કક્ષાની સમિતિના સભ્યો વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande