એકતાનગર ખાતે પ્રવાસીઓને રિવર ટુરિઝમ માટે નર્મદા નદી પર 16 કરોડના ખર્ચે નવી અને મોટી એકતા ક્રૂઝનું નિર્માણ
600 મુસાફરોની ક્ષમતા ધરાવતી નવી એકતા ક્રૂઝ હશે આધુનિક સેફ્ટી સિસ્ટમથી સજ્જ આરામદાયક બેઠક વ્યવસ્થાઓ તેમજ કેટરિંગ અને ડાઇનિંગની સુવિધાઓથી સજ્જ ક્રૂડઝમાં વિવિધ કાર્યક્રમો, ઉત્સવો અને મનોરંજક પ્રવૃત્તિઓ યોજી શકાશે રાજપીપલા,24 ઓકટોબર (હિ.સ.) ગ
Construction of a new and larger Ekta Cruise on the Narmada River at a cost of Rs 16 crores for river tourism for tourists at Ektanagar


Construction of a new and larger Ekta Cruise on the Narmada River at a cost of Rs 16 crores for river tourism for tourists at Ektanagar


- 600 મુસાફરોની ક્ષમતા ધરાવતી નવી એકતા ક્રૂઝ હશે આધુનિક સેફ્ટી સિસ્ટમથી સજ્જ આરામદાયક બેઠક વ્યવસ્થાઓ તેમજ કેટરિંગ અને ડાઇનિંગની સુવિધાઓથી સજ્જ ક્રૂડઝમાં વિવિધ કાર્યક્રમો, ઉત્સવો અને મનોરંજક પ્રવૃત્તિઓ યોજી શકાશે

રાજપીપલા,24 ઓકટોબર (હિ.સ.) ગુજરાતના પ્રવાસન ક્ષેત્રની વિકાસયાત્રાનું સૌથી પ્રભાવશાળી પ્રતીક છે, રાજ્યના નર્મદા જિલ્લામાં એકતા નગર ખાતે સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 ઑક્ટોબર, 2018ના રોજ કરવામાં આવ્યું હતું.

સ્ટેચ્યુ ઑફ યુનિટીની આસપાસના પરિસરમાં તમામ વયજૂથના પ્રવાસીઓને આકર્ષિત કરતા અનેક પ્રવાસન આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે, અને હવે એકતાનગરની મુલાકાતે આવતા પ્રવાસીઓને રિવર ટુરિઝમનો એક વિશેષ અનુભવ પ્રદાન કરવાના ઉદ્દેશથી સરદાર સરોવર ડેમના નીચેના ભાગમાં નર્મદા નથી પર વધુ સુવિધાયુક્ત નવી ‘એકતા ક્રૂઝ’ નું નિર્માણ કરવામાં આવ્યું છે.

16 કરોડના ખર્ચે નિર્મિત આ ક્રૂઝ આધુનિક સેફ્ટી સિસ્ટમ, સંગીતની સુવિધાઓ, આરામદાયક બેઠક વ્યવસ્થા તેમજ કેટરિંગ અને ડાઇનિંગની સુવિધાઓથી સજ્જ છે. આ ક્રૂઝમાં વિવિધ કાર્યક્રમો, ઉજવણીઓ, સમારોહો તથા મનોરંજન પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાશે.

નવી એકતા ક્રૂઝની વિશેષતાઓમાં 600 મુસાફરોને સમાવવાની ક્ષમતા, અંદાજિત 360 ચોરસ મીટર વિસ્તાર., સંચાલન માટે 400 હોર્સપાવર (HP)નું એન્જિન, ક્રૂઝમાં વીજળીની જરૂરિયાતો પૂરી કરવા માટે ચાર ડીઝલ જનરેટર સેટ,જાહેરાતો, મનોરંજન અને વિવિધ કાર્યક્રમો માટે લાઇવ મ્યુઝિક સિસ્ટમ,આગથી રક્ષણ અને સલામતીની વ્યવસ્થાઓ,મુસાફરો માટે બેઠક વ્યવસ્થા, ભોજન અને અલ્પાહાર પીરસવા માટે ક્રૂઝ પર જ કેટરિંગની સુવિધા,

નવી એકતા ક્રૂઝના લોકાર્પણથી થનારા લાભોમાં એકતાનગર ખાતે નર્મદા નદી પર રિવર ટુરિઝમ તેમજ મનોરંજનલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે, નદી આધારિત આવા અનોખા પ્રવાસન આકર્ષણ થકી સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓના એકંદર અનુભવમાં વધારો થશે, સુવ્યવસ્થિત પ્રવાસન પ્રવૃત્તિઓ માટે નર્મદા રિવરફ્રન્ટનો વધુ સારો ઉપયોગ થઈ શકશે

વિવિધ કાર્યક્રમોના આયોજન અને બોટમાં કેટરિંગ સુવિધા દ્વારા આવકની તકોનું સર્જન થશે

પ્રવાસન સુવિધાઓમાં વૈવિધ્ય આવશે અને પ્રવાસીઓ એકતાનગર ખાતે વધુ સમય રોકાવા માટે પ્રોત્સાહિત થશે

અગ્રણી પ્રવાસન અને સાંસ્કૃતિક સ્થળ તરીકે એકતાનગરની ઓળખ વધુ મજબૂત બનશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande