કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ: ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ યુગાન્ડા અને સિંગાપોરને હરાવ્યા
અમદાવાદ, નવી દિલ્હી, 25 ઓક્ટોબર (હિ.સ.). ગુજરાતના અમદાવાદ સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજિત પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં, શનિવારે ભારતીય પુરુષ અને મહિલા કબડ્ડી ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું. પુરુષ ટીમે યુગાન્ડાને 44-30 થ
મેદાનમાં કબડ્ડી ખેલાડીઓ


અમદાવાદ, નવી દિલ્હી, 25 ઓક્ટોબર (હિ.સ.). ગુજરાતના અમદાવાદ સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજિત પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં, શનિવારે ભારતીય પુરુષ અને મહિલા કબડ્ડી ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું. પુરુષ ટીમે યુગાન્ડાને 44-30 થી હરાવ્યું, જ્યારે મહિલા ટીમે સિંગાપોર સામે 32-16 થી જીત નોંધાવી.

ભારતે યુગાન્ડા પર 14 પોઈન્ટની જીત હાંસલ કરવા માટે શાનદાર ઓલ-રાઉન્ડ પ્રદર્શન કર્યું. શિવમ પટારેએ આઠ પોઈન્ટ સાથે રેડિંગ ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ કર્યું, જેમાં છ ટચ પોઈન્ટ અને બે બોનસ પોઈન્ટનો સમાવેશ થાય છે. નવીન કુમાર અને ભરતે છ-છ રેડ પોઈન્ટ આપ્યા, જ્યારે આદિત્ય શિંદેએ ચાર પોઈન્ટ ઉમેર્યા.

ભારતીય ટીમે, મુકાબલામાં 27 રેડ પોઈન્ટ, 11 ટેકલ પોઈન્ટ અને ઓલઆઉટથી છ અંક મેળવ્યા. ડિફેન્સમાં અજીત પવારે ત્રણ ટેકલ પોઈન્ટ મેળવ્યા. જ્યારે, નિતેશ, યોગેશ દહિયા અને દીપક એસ.એ બે-બે ટેકલ પોઈન્ટ હાંસલ કર્યા.

યુગાન્ડા તરફથી મુલૈરે ડગ્લાસ, નવ રેડ પોઈન્ટ સાથે ટીમના ટોચના સ્કોરર રહ્યા. ઓકિડી કાર્નોલ્ડ અને સેંગેન્ડો જિમીએ પાંચ-પાંચ અંક મેળવ્યા. યુગાન્ડાએ રેડિંગમાં ભારત જેટલા જ 27 અંક મેળવ્યા, પરંતુ ડિફેન્સમાં નબળા પ્રદર્શનને કારણે તેને હારનો સામનો કરવો પડ્યો.

આ દરમિયાન, ભારતીય મહિલા ટીમે પણ પોતાની મેચમાં શાનદાર રમત બતાવતા સિંગાપોરને 16 અંકોના અંતરથી હરાવ્યું. ભારત તરફથી સાક્ષીએ છ રેડ પોઈન્ટ મેળવ્યા, જ્યારે રેણુકા અને અનુએ ચાર-ચાર રેડ પોઈન્ટ ઉમેર્યા. નિધિ શર્માએ ટીમના ખાતામાં ત્રણ પોઈન્ટનું યોગદાન આપ્યું.

ભારતીય મહિલા ટીમે કુલ 19 રેડ પોઈન્ટ, નવ ટેકલ પોઈન્ટ અને ઓલઆઉટથી ચાર અંક મેળવ્યા. ડિફેન્સમાં સુમને ચાર ટેકલ પોઈન્ટ મેળવીને મહત્વની ભૂમિકા ભજવી, જ્યારે મુસ્કાન શર્માએ બે ટેકલ પોઈન્ટ મેળવ્યા. રિયા કુમારી, સબાહી ગઢવી અને રીતુએ એક-એક ટેકલ પોઈન્ટ હાંસલ કર્યો.

સિંગાપોર તરફથી અર્થી સેલ્વને સૌથી વધુ પાંચ રેડ પોઈન્ટ બનાવ્યા. જ્યારે, આનંદરાજન સિંધિની અને એમ. વિશ્વલાહ દેવીએ ચાર-ચાર અંક મેળવ્યા. સિંગાપોરની ટીમે 16 રેડ પોઈન્ટ તો મેળવ્યા, પરંતુ ભારતીય ટીમ સામે એક પણ સફળ ટેકલ કરી શકી નહીં.

પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમોની જીતે ટુર્નામેન્ટમાં તેમની મજબૂત શરૂઆત દર્શાવી છે. હવે ભારતીય મહિલા ટીમ આજે સાંજે 6:45 વાગ્યે યુગાન્ડા સામે આગામી મુકાબલો રમશે. જ્યારે, ભારતીય પુરુષ ટીમ રાત્રે 8:00 વાગ્યે મલેશિયા સામે ટકરાશે. બંને મુકાબલાઓમાં ભારતીય ટીમોની નજર જીતની રફતારને જાળવી રાખવા પર રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande