
નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિ.સ.). સપ્તાહના પહેલા દિવસે સ્થાનિક ઝવેરી બજારમાં આજે શરૂઆતી કારોબાર દરમિયાન સાંકેતિક ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કિંમતમાં થયેલા આ ફેરફારને કારણે દેશના મોટાભાગના ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું આજે 1,42,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,42,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. આ જ રીતે 22 કેરેટ સોનું આજે 1,30,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 1,30,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. ચાંદીના ભાવમાં પણ નબળાઈ આવવાને કારણે આ ચમકતી ધાતુ દિલ્હી ઝવેરી બજારમાં આજે 2,19,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે વેચાઈ રહી છે.
દિલ્હીમાં 24 કેરેટ સોનું આજે 1,42,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 1,30,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું 1,42,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,30,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. આ જ રીતે અમદાવાદમાં 24 કેરેટ સોનાની રિટેલ કિંમત 1,42,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 1,30,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.
આ મુખ્ય શહેરો ઉપરાંત ચેન્નઈમાં 24 કેરેટ સોનું આજે 1,42,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમત પર અને 22 કેરેટ સોનું 1,30,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમત પર વેચાઈ રહ્યું છે. આ જ રીતે કોલકાતામાં 24 કેરેટ સોનું 1,42,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,30,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. ભોપાલમાં 24 કેરેટ સોનાની કિંમત 1,42,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,30,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.
જયપુરમાં 24 કેરેટ સોનું 1,42,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,30,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. પટનામાં 24 કેરેટ સોનાની કિંમત 1,42,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,30,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. લખનઉના ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું આજે 1,42,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે અને 22 કેરેટ સોનું 1,30,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.
દેશના અન્ય રાજ્યોની જેમ કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના ઝવેરી બજારમાં પણ આજે સોનું નજીવી નબળાઈ સાથે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. આ ત્રણેય રાજ્યોની રાજધાનીઓ બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં 24 કેરેટ સોનું 1,42,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. આ જ રીતે આ ત્રણેય શહેરોના ઝવેરી બજારમાં 22 કેરેટ સોનું 1,30,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ