(સંશોધિત) સૌરાષ્ટ્રમાં પાણી અને ઘાસચારાની અછત વચ્ચે ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર
જામનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાતમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ નોંધાવાને કારણે અનેક વિસ્તારોમાં પાણીની તંગી અને દુષ્કાળ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ એમ ચાર જિલ્લાઓને દ
વરસાદ ની રાહ જોતો ખેડૂત


જામનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાતમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ નોંધાવાને કારણે અનેક વિસ્તારોમાં પાણીની તંગી અને દુષ્કાળ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ એમ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, સાથે જ ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓ હલ કરવા માટે વિશેષ સહાય અને રાહત પેકેજની માંગ જોર પકડી રહી છે.

ચાલુ વર્ષે રાજ્યમાં સરેરાશ 89 ટકા જેટલો જ વરસાદ થયો છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં સૌથી વધુ પ્રતિકૂળ અસરો જોવા મળી છે. નદીઓ, તળાવો અને જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી ઘટવા લાગ્યું છે, જેના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીનું લેવલ નીચે ગયું છે. પાણીની આ ગંભીર અછતને પહોંચી વસવા માટે સરકારે સૌની યોજના હેઠળ પાણીના સપ્લાયમાં ફેરફાર કરવા તેમજ આગામી ચોમાસા સુધી વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને ચર્ચા કરી છે.

ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા માટે રાજ્ય સરકારે પ્રતિ હેક્ટર 8500 રૂપિયાની સહાય મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આપવાની જાહેરાત કરી છે. ખેતીની સાથે-સાથે પશુપાલન ક્ષેત્રે પણ કફોડી સ્થિતિ નિર્માણ પામી છે કારણ કે કુદરતી ઘાસ અને પાણી ખૂટી પડવાથી માલધારી સમાજ અને પશુપાલકોની હાલત અત્યંત દયનીય બની છે. બજારમાં ઘાસચારાના ઊંચા ભાવ હોવાને કારણે પશુઓનું ભરણપોષણ કરવું અશક્ય બન્યું છે અને મજબૂર થઈને અનેક પરિવારોએ પોતાના મૂંગા પશુઓ સાથે અન્યત્ર હિજરત શરૂ કરી દીધી છે.

આ ગંભીર કટોકટી વચ્ચે માલધારી સમાજ અને પશુપાલકો દ્વારા સરકાર સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ મૂકવામાં આવી છે. જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુપાલકો માટે ત્વરિત વિશેષ આર્થિક રાહત પેકેજ જાહેર કરવા, રાહત દરે પૂરતા પ્રમાણમાં ઘાસચારો ઉપલબ્ધ કરાવવા, કેટલ કેમ્પ શરૂ કરવા અને ગામડાઓમાં પીવાના પાણી માટે ટેન્કર સુવિધા પૂરી પાડવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. જો વહેલી તકે તંત્ર દ્વારા નક્કર પગલાં નહીં ભરાય તો પશુધન વિના માલધારીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande