

પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે
આગામી તા. 31 ઓક્ટોબર, 2026 ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની
ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં રાષ્ટ્રીય એકતા
દિવસની ઉજવણીનાકાર્યક્રમનું સુચારુ આયોજન
થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટરએ જિલ્લામાં તમામ
ગામોમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાનારા કાર્યક્રમો મહાનુભાવો અને
નાગરિકોની ઉપસ્થિતિમાં સુચારુ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી આયોજન અને વ્યવસ્થાઓ
કરવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, કેવડિયા
ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય કાર્યક્રમના જીવંત પ્રસારણ માટે પણ
જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર ટી.સી.
તીરથાણી, નિવાસી અધિક કલેક્ટર એ.ડી. મિયાત્રા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક રેખાબા
સરવૈયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya