

પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા અને
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના પ્રયાસોથી પોરબંદર મહાનગરપાલિકાની વિકાસ
યોજનાને મંજુરી મળતા મેયર સાગરભાઇ મોદીએ પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારની જનતા વતી બંને
મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીના અધ્યક્ષ
સ્થાને અને ડેપ્યુટી મેયર મનિષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા તથા ટાઉન પ્લાનિંગ
કમિટીના ચેરમેન અજયભાઈ બાપોદરાની ઉપસ્થિતિમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પોરબંદર
મહાનગરપાલિકાની વિકાસ યોજનાની માહિતી આપવામાં આવી હતી.
પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારોના સુઆયોજિત, સંતુલિત અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં
રાખીને પોરબંદર મહાનગરપાલિકાની વિકાસ યોજના જાહેર કરવામાં આવી છે. આ વિકાસ
યોજનામાં કુલ 9 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને આશરે 107 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. આ
યોજનાની વિગતો અંગે પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડમાં મ્યુનિસિપલ કમિશનર ટી. સી.
તીરથાણીના અધ્યક્ષ સ્થાને આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ડેપ્યુટી મેયર મનિષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ
ઓડેદરા તથા ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન અજયભાઈ બાપોદરા દ્વારા પોરબંદર
મહાનગરપાલિકાની વિકાસ યોજનાની વિવિધ જોગવાઈઓ અને ભવિષ્યના શહેરી વિકાસના આયોજન
અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
પોરબંદર શહેરની વધતી જતી વિકાસની જરૂરિયાતો, ભવિષ્યમાં થનારા શહેરી વિસ્તરણ, વસ્તીવધારા અને માળખાકીય સુવિધાઓના
આયોજનને ધ્યાનમાં રાખીને આ વિકાસ યોજના તૈયાર કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ
શહેર તથા આસપાસના વિસ્તારોમાં જમીનનો સુઆયોજિત ઉપયોગ સુનિશ્ચિત કરવાનો, વિવિધ પ્રકારના વિકાસને યોગ્ય દિશા
આપવાનો અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ શહેરી માળખું ઊભું કરવાનો છે. પોરબંદર
મહાનગરપાલિકાની વિકાસ યોજનામાં પોરબંદર સહિત ઝાવર, છાયા, બોખીરા, ખાપટ, દિગ્વિજયગઢ, ધરમપુર, રતનપર અને વનાણા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આમ, કુલ 9 ગામોને આવરી લેતી આ યોજના
પોરબંદર શહેર અને તેની આસપાસના વિસ્તારોના વિકાસને એક સંકલિત આયોજન હેઠળ લાવશે.
આના પરિણામે શહેરી વિકાસ અને આસપાસના વિસ્તારોના વિકાસ વચ્ચે વધુ સુસંગતતા જાળવવા
માટે આયોજનબદ્ધ માળખું ઊભું કરી શકાશે. આશરે 107 ચોરસ કિલોમીટર વિસ્તારમાં
ફેલાયેલી વિકાસ યોજનામાં ભવિષ્યની જરૂરિયાતો અને વિકાસની સંભાવનાઓને ધ્યાનમાં
રાખીને વિવિધ ઝોન નક્કી કરવામાં આવ્યા છે.
તેમાં રહેણાક ઝોન, વાણિજ્યિક ઝોન, ઔદ્યોગિક ઝોન, મનોરંજન ઝોન, વિશેષ ઝોન, જાહેર હેતુનો ઝોન અને કૃષિ ઝોનનો
સમાવેશ થાય છે. રહેણાક ઝોનમાં ભવિષ્યની વસ્તી અને રહેઠાણની જરૂરિયાતોને અનુરૂપ
વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે. વાણિજ્યિક ઝોન વેપાર-ધંધા અને આર્થિક
પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ બનશે, જ્યારે ઔદ્યોગિક ઝોન ઔદ્યોગિક
પ્રવૃત્તિઓના વિકાસ અને રોજગારીની તકો ઊભી કરવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને
આયોજનબદ્ધ કરવામાં આવ્યો છે. મનોરંજન ઝોનમાં બગીચા, ખુલ્લી જગ્યાઓ અને મનોરંજન સંબંધિત સુવિધાઓના વિકાસ માટે જોગવાઈ
કરવામાં આવી છે. જાહેર હેતુના ઝોનમાં જાહેર સુવિધાઓ અને સામાજિક માળખાકીય
જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. વિશેષ ઝોનમાં વિશિષ્ટ પ્રકારના વિકાસ અને
ઉપયોગો માટે જોગવાઈ છે, જ્યારે કૃષિ ઝોન દ્વારા કૃષિ વિસ્તાર
અને સંબંધિત ઉપયોગો માટે આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રકારના ઝોનિંગથી જમીનના
ઉપયોગ અંગે સ્પષ્ટ આયોજન કરવામાં મદદ મળશે અને વિવિધ વિસ્તારોમાં ભવિષ્યના વિકાસને
સુવ્યવસ્થિત દિશા આપી શકાશે. પોરબંદર મહાનગરપાલિકાની વિકાસ યોજનામાં ભવિષ્યની પરિવહન
વ્યવસ્થા અને વિવિધ વિસ્તારો વચ્ચેના માર્ગ જોડાણોને ધ્યાનમાં રાખીને 18 મીટર, 24 મીટર, 30 મીટર અને 45 મીટર પહોળા રસ્તાઓનું આયોજન કરવામાં આવ્યું છે. માર્ગ
વ્યવસ્થાના આ આયોજનનો હેતુ શહેરના વિવિધ વિસ્તારો વચ્ચે સુવ્યવસ્થિત જોડાણ
વિકસાવવા અને ભવિષ્યમાં વધનારી વાહનવ્યવહારની જરૂરિયાતોને અનુરૂપ માર્ગ માળખું
તૈયાર કરવાનો છે. શહેરનો વિસ્તાર વધે અને રહેણાક, વાણિજ્યિક તથા ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં વધારો થાય ત્યારે માર્ગ
વ્યવસ્થા તેમજ પરિવહન સુવિધાઓનું મહત્ત્વ વધે છે. આવા સંજોગોમાં વિકાસ યોજનામાં
માર્ગોનું આયોજન ભવિષ્યના શહેરી વિસ્તરણને વ્યવસ્થિત બનાવવામાં તથા વિવિધ વિસ્તારો
વચ્ચે વધુ સુગમ જોડાણ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં મદદરૂપ બની શકે છે.
પોરબંદર મહાનગરપાલિકાની વિકાસ યોજનાનો મુખ્ય
હેતુ શહેર અને આસપાસના વિસ્તારોમાં લાંબા ગાળાના વિકાસ માટે સુદૃઢ માળખું ઊભું
કરવાનો છે. રહેણાક, વેપાર, ઉદ્યોગ, જાહેર સુવિધાઓ, મનોરંજન અને માર્ગ વ્યવસ્થાને એક
સંકલિત આયોજન હેઠળ આવરી લેવાથી ભવિષ્યના વિકાસને યોગ્ય દિશા મળી શકશે. વિકાસ
યોજનાના માધ્યમથી શહેરના વિસ્તરણને આયોજનબદ્ધ બનાવવામાં, જમીનના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન
મેળવવામાં અને વિવિધ માળખાકીય સુવિધાઓના આયોજનમાં મદદ મળી શકે છે. આ યોજના પોરબંદર
શહેરની સાથે આસપાસનાં ગામોના વિકાસને વ્યાપક શહેરી આયોજન સાથે સાંકળવાની દિશામાં
મહત્ત્વપૂર્ણ બની રહેશે. પોરબંદર મહાનગરપાલિકાની વિકાસ યોજના માત્ર જમીનના
ઉપયોગનું આયોજન નથી, પરંતુ શહેરના ભવિષ્યના વિકાસ માટેનું
લાંબા ગાળાનું આયોજન છે. કુલ 9 ગામો અને આશરે 107 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી
લેતી આ યોજના દ્વારા શહેરી વિકાસ, માર્ગ
વ્યવસ્થા, રહેણાક, વેપાર, ઉદ્યોગ અને જાહેર સુવિધાઓને આયોજનબદ્ધ
દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી
પ્રેસ કોન્ફરન્સમાં વિકાસ યોજનાની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ યોજના પોરબંદરના
ભવિષ્યના શહેરી વિસ્તરણને સુવ્યવસ્થિત બનાવવા અને સંતુલિત વિકાસ માટે માર્ગદર્શક
બની રહેવાની અપેક્ષા છે. આ પત્રકાર પરિષદ દરમિયાન પણ ઉપસ્થિત ડેપ્યુટી મેયર
મનિષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ
ઓડેદરા તથા ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન અજયભાઈ બાપોદરા દ્વારા કેન્દ્રીય મંત્રી
ડો. મનસુખ માંડવિયા અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના પ્રયાસો બદલ પોરબંદર
મહાનગરપાલિકા વિસ્તારની જનતા વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya