પોરબંદર-રાજકોટ હાઈ-વે પર નાકાબંધી દરમિયાન પોલીસ પર સ્કોર્પિયો કાર ચડાવવાનો પ્રયાસ
પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : કુતિયાણા તાલુકામાં પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર વચ્છરાજ હોટલ, મહોબતપરાના પાટિયા પાસે નાકાબંધી દરમિયાન પોલીસ કર્મચારીઓ પર સ્કોર્પિયો કાર ચડાવવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.આ ઘટનામાં પોલીસની નાકા
પોરબંદર-રાજકોટ હાઈ-વે પર નાકાબંધી દરમિયાન પોલીસ પર સ્કોર્પિયો કાર ચડાવવાનો પ્રયાસ


પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : કુતિયાણા તાલુકામાં પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર વચ્છરાજ હોટલ, મહોબતપરાના પાટિયા પાસે નાકાબંધી દરમિયાન પોલીસ કર્મચારીઓ પર

સ્કોર્પિયો કાર ચડાવવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ

નોંધાઈ છે.આ ઘટનામાં પોલીસની નાકાબંધી માટે

ઉપયોગમાં લેવાયેલી માલિકીની બલેનો કારને ટક્કર

મારતાં રૂ. 25 હજારનું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં

જણાવાયું છે. કુતિયાણા પોલીસમાં નોંધાયેલી

ફરિયાદ મુજબ, સફેદ રંગની સ્કોર્પિયો કાર નંબર GJ-03-CA9294નો ચાલક પૂરઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી રહ્યો હતો. તે સમયે મહોબતપરા

પાટિયા પાસે ફરિયાદી પોલીસ કર્મચારી અને સાહેદો

નાકાબંધી કરીને ઊભા હતા. આ દરમિયાન સ્કોર્પિયો ચાલકે

ફરિયાદી તરફ કાર હંકારી તેને ટક્કર મારવાનો

પ્રયાસ કર્યો હતો. ફરિયાદી બાજુમાં ખસી જતાં બચી ગયા

હતા.ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, સ્કોર્પિયોમાં ચાલક ઉપરાંત આશરે અન્ય ત્રણ શખ્સો પણ બેઠા

હતા.તેઓ કારની બારીઓ માંથી બહાર મોઢું કાઢી

હાથમાં લોખંડના સળિયા ઊંચા કરી પોલીસને

ધમકાવતા હતા. ત્યારબાદ સ્કોર્પિયો ચાલકે

નાકાબંધીમાં રાખેલી પોલીસની

ખાનગી બલેનો કાર નંબર GJ-25-BA0660ના પાછળના દરવાજા પાસે ટક્કર મારી રૂ. 25 હજારનું નુકસાન કર્યું હતું. બાદમાં

ચાલક અને તેની સાથેના શખ્સો સ્કોર્પિયો સાથે ફરાર થઈ

ગયા હતા.આ બનાવ અંગે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં

ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande