જામનગર મનપાના જનરલ બોર્ડમાં પાણીના પ્રશ્ને હોમાયો બહિષ્કાર: મહિલા કોર્પોરેટર આક્રમક
જામનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર મોનિકા વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં માત્ર ત્રણ એજન્ડા મંજૂર કરાયા હતા પરંતુ દુષ્કાળગ્રસ્ત જાહેર થયેલા જામનગરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા અંગે કોઈ ચર્ચા ન થતાં વિપક્ષી મ
કોર્પોરેટર જેનબ ખફી


જામનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર મોનિકા વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં માત્ર ત્રણ એજન્ડા મંજૂર કરાયા હતા પરંતુ દુષ્કાળગ્રસ્ત જાહેર થયેલા જામનગરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા અંગે કોઈ ચર્ચા ન થતાં વિપક્ષી મહિલા કોર્પોરેટરે બોર્ડનો બહિષ્કાર કર્યો હતો.

બોર્ડની બેઠકમાં પેન્શનરોને મૃત્યુ હયાતીએ ઉચ્ચક રકમ ચૂકવવા, શાળા નં. 42ના આધુનિકીકરણ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ-2026 અંગેની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. વિકાસના દાવાઓ વચ્ચે જામનગરની જનતા ટ્રાફિક, ગંદકી, ભૂગર્ભ ગટર અને પાણીના ધાંધિયા જેવી પાયાની સમસ્યાઓથી ત્રસ્ત છે, છતાં મનપા દ્વારા નિયમિત એજન્ડામાં આ મુદ્દાઓનો ક્યારેય સમાવેશ કરવામાં આવતો નથી.

ગુજરાત સરકાર દ્વારા જામનગર જિલ્લો અછતગ્રસ્ત જાહેર કરાયો હોવાથી આગામી નવ માસ સુધી પાણીની વિકટ સમસ્યા સર્જાવાની દહેશત છે. આ ગંભીર મુદ્દે કટોકટી રૂપે સ્પેશિયલ બોર્ડ બોલાવવા અથવા પાણીની વાસ્તવિક સ્થિતિ દર્શાવતું શ્વેતપત્ર જાહેર કરવાની માંગણી કોર્પોરેટર જૈનબબેન ખફીએ કરી હતી, જેને કોંગ્રેસ કોર્પોરેટર સહારાબેન મકવાણાએ ટેકો આપ્યો હતો.

પાણીના પ્રશ્ને સંતોષકારક ચર્ચા કે પૂરતો પ્રતિસાદ ન મળવાના કારણે વિપક્ષી કોર્પોરેટરે મનપાના સામાન્ય બોર્ડનો બહિષ્કાર કર્યો હતો. આગામી સમયમાં પાણી બચાવવા માટે મોટા બાંધકામો અને ઉદ્યોગોમાં પાણીનો બગાડ અટકાવવા તેમજ નવા બોર કરવા પર કડક નિયમો ઘડવાની માંગ ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande