
સુરત, 28 ઓક્ટોબર (હિ.સ.) સલામત સફર અને સુરક્ષિત પરિવારના ઉદ્દેશ્ય સાથે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન : સેવા મેરા યોગદાન અંતર્ગત 'રાઇડ વિથ પ્રાઇડ, ફોલો ધ રૂલ્સ' માર્ગ સલા રેલી યોજાઈ હતી. જેમાં સાંસદ મુકેશ દલાલ, મેયર માયા માવાણી, ઈ.પો.કમિશનર વાબાંગ જમીર, ધારાસભ્ય મનુ પટેલ, આર.ટી.ઓ. એચ.એમ.પટેલ, ટ્રાફિક જોઇન્ટ કમિશનર પરમાર અને મહાનુભાવો દ્વારા માર્ગ સલા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું,
આ વેળાએ ટ્રાફિક બ્રિગેડના જવાનોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સૌએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાના શપથ લીધા હતા. માર્ગ સલા એ આપણી સૌની સામાજિક જવાબદારી છે, જેથી વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો અચૂક ઉપયોગ કરવા સાંસદ મુકેશભાઈએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી, સુરતના અધ્યક્ષ બ્રિજેશ વર્મા તેમજ મોટી સંખ્યામાં સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે