દિવાળી તહેવારો માટે એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસોનું આયોજન: એડવાન્સ અને ગ્રુપ બુકિંગ શરૂ
જામનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) : દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જામનગર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વિશેષ એક્સ્ટ્રા બસો દોડાવવાનું મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. નિગમ દ્વારા તા. 4 નવેમ્બરથી 24
જામનગર એસટી


જામનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) : દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જામનગર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વિશેષ એક્સ્ટ્રા બસો દોડાવવાનું મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે.

નિગમ દ્વારા તા. 4 નવેમ્બરથી 24 નવેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારો માટે આ વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. તહેવારોમાં મુસાફરો પોતાના વતન સરળતાથી પહોંચી શકે તે માટે એસ.ટી. ડેપો પરથી એડવાન્સ બુકિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

આ આયોજન હેઠળ જો એક જ ગ્રુપના ૫૧ કે તેથી વધુ મુસાફરો એકસાથે ગ્રુપ બુકિંગ કરાવશે, તો તેમના માટે સીધી એક્સ્ટ્રા બસની વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવશે. જામનગર અને દ્વારકા ડેપો ખાતેથી વિવિધ મુખ્ય રૂટો પર નિયત ભાડા સાથે આ સેવાઓ ઉપલબ્ધ રહેશે.

મુખ્ય રૂટોમાં દ્વારકાથી જામનગર, રાજકોટ, પોરબંદર, સોમનાથ અને જૂનાગઢ તેમજ જામનગરથી દાહોદ, સંજેલી, ઝાલોદ, છોટાઉદેપુર ઉપરાંત ધ્રોલથી દાહોદ, મંડોર અને ખંભાળિયા તેમજ જામજોધપુરથી દાહોદનો સમાવેશ થાય છે. જાહેર જનતાને આ વધારાની બસ સેવાઓનો મહત્તમ લાભ લેવા જામનગર વિભાગીય નિયામક દ્વારા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande