વડોદરાના ભાજપ દ્વારા, 'લોકતંત્ર બચાવો,અરાજકતા હટાવો' નવલખી મેદાનથી પદયાત્રા
2014થી અત્યાર સુધીમાં કોંગ્રેસ 56 ચૂંટણીઓ હારી વડોદરા,28 ઓકટોબર (હિ.સ.) કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન મુદ્દે ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી સામે તથ્યો ઉજાગર કરવા અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસ મજબૂત કરવા ભાજ
Controversy over '#Pro Modi-#Anti BJP' poster war before Vadodara padayatra


- 2014થી અત્યાર સુધીમાં કોંગ્રેસ 56 ચૂંટણીઓ હારી

વડોદરા,28 ઓકટોબર (હિ.સ.) કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન મુદ્દે ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી સામે તથ્યો ઉજાગર કરવા અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસ મજબૂત કરવા ભાજપે રાજ્યભરમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ શરૂ કર્યું છે.

વડોદરામાં ભાજપ દ્વારા 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રાનું શહેરના નવલખી મેદાનથી નીકળી હતી. જે ખંડેરાવ માર્કેટથી રાવપુરા થઈને આગળ નીકળી હતી.પદયાત્રામાં હાજરી આપવા નવલખી મેદાન ખાતે મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા છે.કાર્યક્રમમાં રાજ્યના મંત્રી રમણ સોલંકી, મનીષા વકીલ, કમલેશ પટેલ, દંડક બાલકૃષ્ણ શુક્લ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.

જોકે, પદયાત્રા પહેલાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં #Pro modi અને #Anti BJPના પોસ્ટરો લાગતા વિવાદ સર્જાયો હતો. શહેરના મુખ્ય માર્ગો પર ભાજપ સુધારો, લોકશાહી બચાવોના નારા સાથેના લગાવવામાં આવેલા વિવાદાસ્પદ પોસ્ટરોએ રાજકીય હલચલ મચાવી દીધી હતી. જોકે, વિવાદ વકરતાં આ પોસ્ટરો ગણતરીના સમયમાં જ ઉતારી લેવાયા હતા.

મુખ્ય માર્ગો અને ચોકસાહો પર જોવા મળેલા આ બેનરોમાં લોકશાહી અને પાર્ટીની આંતરિક વ્યવસ્થા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

સૌથી વધુ ધ્યાન ખેંચતી બાબત એ છે કે, આ પોસ્ટરની નીચે #Pro modi અને #Anti BJP લખવામાં આવ્યું છે. જો કે, આ પોસ્ટર કોને લગાવ્યા છે તે હાલ સુધી સામે આવ્યું નથી. એવી ચર્ચા છે કે આ પોસ્ટર ક્રાંતિકારી સેનાના નેજા હેઠળ લાગ્યા છે.

કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા SIR ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી સામે તથ્યો ઉજાગર કરવા અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસ મજબૂત કરવા ભાજપે રાજ્યભરમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ શરૂ કર્યું છે. આજે વડોદરામાં પદયાત્રા છે અને ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવાના છે તેવા સમયે ભાજપ વિરોધી પોસ્ટર લાગતા વિવાદ સર્જાયો છે.

બીજી તરફ, પદયાત્રાને સફળ બનાવવા માટે સત્તાધારી પક્ષ તૈયારીમાં લાગ્યો છે.

બપોરે 4 વાગ્યે પદયાત્રા વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાનથી શરૂ થઈને કીર્તિસ્તંભ, માર્કેટ ચાર રસ્તા, બંબાખાના ચાર રસ્તા, ટાવર ચાર રસ્તા, કોઠી ચાર રસ્તા થઈ નવલખી મેદાન ખાતે થી શરૂ થઈ, આ નિર્ધારિત રૂટ પર પદયાત્રાનું વિવિધ વેપારી મંડળો અને સ્થાનિક રહિશો દ્વારા સ્વાગત કરાશે.

મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે સ્ટેજ ઉપરથી નારાઓ લગાવડાવ્યા, મોદી વિરોધી નહીં ચાલે, ગુજરાત વિરોધી નહીં ચાલે. અજય બ્રહ્મભટ્ટે કહ્યું, 2014 થી હાલ સુધીમાં કોંગ્રેસ 56 ચૂંટણીઓ હારી છે.

મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા

નવલખી મેદાન ખાતે, મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા. કાર્યક્રમમાં રાજ્યના મંત્રી રમણ સોલંકી, મનીષા વકીલ, કમલેશ પટેલ, દંડક બાલકૃષ્ણ શુક્લ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande