
નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.). ભારતીય સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહ, ઈજાને કારણે કેનેડા મહિલા ઓપન 2026માંથી ખસી ગયાં છે. તેમને આજે બુધવારે ટોરોન્ટોમાં યોજાનારી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ટોચની ક્રમાંકિત ઇજિપ્તની ફૈરુઝ અબોએલખૈર સામે ટકરાવાનું હતું. અનાહતના ખસી જવાથી અબોએલખૈરને રમ્યા વિના સેમિફાઇનલમાં સ્થાન મળી ગયું છે.
અઢાર વર્ષીય અનાહતે, સોમવારે રમાયેલી મેચમાં બ્રિટનની સારન ન્ઘિએમને 11-6, 4-11, 11-5, 11-7થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેમને પહેલા રાઉન્ડમાં બાય મળી હતી.
કેનેડા મહિલા ઓપન 1,03,750 અમેરિકી ડોલરની ઇનામી રકમવાળી પીએસએ સિલ્વર સ્તરની ટુર્નામેન્ટ છે. તેનું આયોજન ટોરોન્ટોના બ્રુકફિલ્ડ પ્લેસમાં કરવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ