પોરબંદર જિલ્લામાં પીએમ કિસાન યોજનાના જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ રાતિયા ગામે યોજાશે
પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અનુંસંધાને વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા, ગુજરાત ખાતેથી 30 ઓક્ટોબર, 2026 ના રોજ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં” પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 24મો હપ્તો રીલી
પોરબંદર જિલ્લામાં પીએમ કિસાન યોજનાના જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ રાતિયા ગામે યોજાશે


પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અનુંસંધાને

વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા, ગુજરાત ખાતેથી 30 ઓક્ટોબર, 2026 ના રોજ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં”

પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 24મો હપ્તો રીલીઝ થશે. આ અવસરે તા. 30/10/2026ના

રોજ પોરબંદર જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે.

આ અંતર્ગત જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ

પોરબંદર તાલુકાના રાતિયા ગામે આવેલા ભાદર આઈ માતાના મંદિર ખાતે યોજાશે. ઉપરાંત

જિલ્લા પંચાયતની સીટ દીઠ વિવિધ ગામોમાં પણ કાર્યક્રમો યોજાશે. જેમાં અડવાણા ખાતે

રબારી સમાજ, સીમર

ખાતે રામદેવ પીર મંદિર, બખરલા ખાતે રામદેવપીરનો દ્વારો, ખિસ્ત્રી ખાતે મહેર સમાજ હોલ, બળેજ ખાતે રામમંદીર ચોક, દેગામ ખાતે ચામુંડા મંદિર, કુછડી ખાતે રામદેવપીર મંદિર, ફટાણા ખાતે ગોરખનાથની જગ્યા, બગવદર ખાતે રાંદલ માતાનું મંદિર, કંડોરણા ખાતે ગ્રામપંચાયત મેદાન, મંડેર ખાતે રામદેવ પીર મંદિર, માધવપુર ખાતે ગ્રામપંચાયત મેદાન તથા

મૂળ માધવપુર ખાતે રામદેવ પીર મંદિરનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મોઢવાડા ખાતે લીરબાઈ મંદિર, પાલખડા ખાતે ગૌશાળા હોલ, ઓડદર ખાતે મહેર સમાજ, ગોસા ખાતે લીરબાઈ મંદિર, વિસાવાડા અને મિયાણી ખાતે મહેર સમાજ, આદિતપરા ખાતે આવળઆઈ માતાનું મંદિર, મોકર ખાતે રામ સમાજ, ખિરસરા ખાતે સરકારી મંડળી મેદાન, બિલેશ્વર ખાતે બિલનાથ મહાદેવ મંદિર, બાપોદર ખાતે મહેર સમાજ, ખીજદળ ખાતે સમસ્ત ગામ ખીજદળ સમાજ, ભોદ ખાતે અબોટી સમાજ, રાણાવડવાળા ખાતે ગ્રામપંચાયત મેદાન, માલણકા અને ગોકરણ ખાતે આહીર સમાજ, ખાગેશ્રી ખાતે કડવા પાટીદાર સમાજ, ઇશ્વરીયા ખાતે હાઈસ્કૂલ મેદાન, માલ ખાતે રામદેવપીર મંદિર, કાંસાબડ અને મહિયારી ખાતે મહેર સમાજ

તથા ધરસન ખાતે મહેર સમાજ ભવનમાં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande