અમિત ખૂંટ આત્મહત્યા કેસ: અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન રદ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે નકારી
રાજકોટ, 29 ઓક્ટોબર (હિ.સ.) : અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા રેગ્યુલર જામીન રદ કરાવવા માટે ફરિયાદી મનીષ ખૂંટે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇક
ચુકાદો


રાજકોટ, 29 ઓક્ટોબર (હિ.સ.) :

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા રેગ્યુલર જામીન રદ કરાવવા માટે ફરિયાદી મનીષ ખૂંટે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવતા અનિરુદ્ધસિંહ જાડેજાને મોટી રાહત મળી છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ મથકે મે, 2025માં અમિત ખૂંટ આત્મહત્યા કેસ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મૃતકના ભાઈ મનીષ ખૂંટે રાજદિપસિંહ, અનિરુદ્ધસિંહ અને અન્ય બે આરોપીઓ સામે ગંભીર આરોપો સાથે કેસ દાખલ કર્યો હતો. ફરિયાદ અનુસાર આરોપીઓએ એકત્ર થઈને એક સગીરા મારફતે દુષ્કર્મનો ખોટો કેસ કરાવીને અમિત ખૂંટને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હતો.

તપાસ દરમિયાન અમિત ખૂંટે ઝાડ પર ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી અને તેના ખિસ્સામાંથી ચાર ચિઠ્ઠીઓ મળી આવી હતી. વિવાદનું મુખ્ય કારણ જમીન સંબંધિત હતું. આરોપીઓ ગામમાં સસ્તા ભાવે જમીન પડાવી લેતા હોવાની બાબતે ભૂતકાળની વિધાનસભા ચૂંટણી સમયે મૃતક અને આરોપીઓ વચ્ચે ભારે ઝઘડો થયો હતો. આ બાબતે આરોપીઓએ મૃતક પર હુમલો કર્યો હતો, જેના પગલે અમિત ખૂંટે તેમની સામે અગાઉ પણ કાનૂની કાર્યવાહી કરી હતી.

ગુજરાત હાઇકોર્ટે જૂન મહિનામાં અનિરુદ્ધસિંહ જાડેજાને રેગ્યુલર જામીન મંજૂર કર્યા હતા. આ નિર્ણય સામે મનીષ ખૂંટે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે અનિરુદ્ધસિંહ સામેના પૂર્વ ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને જામીન આપવા જોઈતા નહોતા. જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલો નકારી કાઢીને હાઇકોર્ટના જામીનના આદેશને યથાવત રાખ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande