એકતાનગરમાં ભારત પર્વ-2026ની ભવ્ય તૈયારીઓ પૂરજોશમાં: ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ની સંસ્કૃતિનો થશે સંગમ
ગાંધીનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાનિધ્યમાં એકતાનગર ખાતે ભારત પર્વ-2026ના આયોજનની તૈયારીઓ ઉત્સાહભેર ચાલી રહી છે. ભારત સરકારના પર્યટન મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સંયુક્ત પ્રયાસથી યોજાનારો આ મહોત્સવ 1થી 15
એકતાનગરમાં ભારત પર્વ


એકતાનગરમાં ભારત પર્વ


એકતાનગરમાં ભારત પર્વ


ગાંધીનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાનિધ્યમાં એકતાનગર ખાતે ભારત પર્વ-2026ના આયોજનની તૈયારીઓ ઉત્સાહભેર ચાલી રહી છે. ભારત સરકારના પર્યટન મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સંયુક્ત પ્રયાસથી યોજાનારો આ મહોત્સવ 1થી 15 નવેમ્બર દરમિયાન દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને વિવિધતામાં એકતાની ભવ્ય ઝાંખી રજૂ કરશે.

‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ની થીમ પર યોજાનારા આ પર્વમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકનૃત્યો, સંગીત, પરંપરાગત કળાઓ, હસ્તકલા, હેન્ડલૂમ અને પ્રાદેશિક વાનગીઓ મુખ્ય આકર્ષણ બનશે. અંદાજે 5000 કલાકારો દ્વારા 50થી વધુ કળાસ્વરૂપોની પ્રસ્તુતિ થવાની અપેક્ષા છે.

આ ઉપરાંત, રાજ્ય અને કેન્દ્રીય મંત્રાલયોના પેવેલિયન, હસ્તકલા બજાર તથા દેશભરની વાનગીઓથી સજ્જ ફૂડ કોર્ટ મુલાકાતીઓને ભારતની સાંસ્કૃતિક વિવિધતાનો અનુભવ કરાવશે. એકતા પ્રકાશ પર્વ, નર્મદા ક્રુઝ, વેલી ઑફ ફ્લાવર્સ અને જંગલ સફારી સહિતનાં પ્રવાસન આકર્ષણો પણ મુલાકાતીઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવશે.

ભારત પર્વ દેશના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિને એક મંચ પર લાવી રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક ગૌરવ અને પ્રવાસનને નવી ઊંચાઈ આપશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande