યુવાનો જ 'વિકસિત ભારત @2047'ના સાચા નિર્માતા : કૅબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા
ગાંધીનગરમાં 7 દિવસીય ''વંદે માતરમ કેમ્પ''નો ભવ્ય સમાપન સમારોહ. ગાંધીનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) : માય ભારત (MY Bharat) ગાંધીનગર દ્વારા ૨૨ થી ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન આયોજિત ૭ દિવસીય રાષ્ટ્રીય ''વંદે માતરમ કેમ્પ''નો આજે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હ
વંદે માતરમ કેમ્પ


વંદે માતરમ કેમ્પ


વંદે માતરમ કેમ્પ'


વંદે માતરમ કેમ્પ


વંદે માતરમ કેમ્પ


- ગાંધીનગરમાં 7 દિવસીય 'વંદે માતરમ કેમ્પ'નો ભવ્ય સમાપન સમારોહ.

ગાંધીનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) : માય ભારત (MY Bharat) ગાંધીનગર દ્વારા ૨૨ થી ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન આયોજિત ૭ દિવસીય રાષ્ટ્રીય 'વંદે માતરમ કેમ્પ'નો આજે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ગુજરાત સરકારના કૅબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર વિશેષ અતિથિ તરીકે જાણીતા સામાજિક કાર્યકર સંજીવ મહેતા અને યુવા એવોર્ડી કુ. ઋત્વી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમાપન સમારોહ દરમિયાન હિમાચલ પ્રદેશ અને કેરળની યુવા ટુકડીઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આપવામાં આવી હતી. અતિથિઓ અને પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવેલા આ પ્રાદેશિક અને લોકનૃત્યોએ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને ચરિતાર્થ કરી હતી. આ કેમ્પમાં ભાગ લેનાર ૬ વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવા સહભાગીઓએ અતિથિઓની ઉપસ્થિતિમાં 'વંદે માતરમ કેમ્પ'ના પોતાના રોમાંચક અને પ્રેરણાદાયી અનુભવો સ્ટેજ પર શેર કર્યા હતા અને જણાવ્યું હતું કે આ કેમ્પે તેમને દેશની સાંસ્કૃતિક વિવિધતાને નજીકથી અનુભવવાની તક આપી છે.

કાર્યક્રમ દરમિયાન 'માય ભારત' ગુજરાતના સ્ટેટ ડાયરેક્ટર સચિન શર્માએ કૅબિનેટ મંત્રી અને અન્ય મહાનુભાવો સમક્ષ ૭ દિવસ દરમિયાન યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનો વિસ્તૃત સારાંશ (Summary Report) રજૂ કર્યો હતો. તેમણે શિબિરાર્થીઓની સાત દિવસની સફર અને પ્રવૃત્તિઓની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ કેમ્પમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટોચના રાજ્યોની ટુકડીઓને મુખ્ય અતિથિ અને અન્ય મહેમાનોના હસ્તે સ્મૃતિચિહ્ન (Momento) અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમારોહને સંબોધતા કૅબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, યુવા શક્તિ એ રાષ્ટ્રની સાચી મૂડી છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને 'વિકસિત ભારત' બનાવવાના સંકલ્પને પૂર્ણ કરવામાં આપણા દેશનો યુવાન જ રાષ્ટ્રનિર્માતા (Nation Builder) બનીને મુખ્ય ભૂમિકા ભજવશે.

તેમણે પ્રધાનમંત્રીના દૂરંદેશી વિઝનની સરાહના કરી હતી, જે યુવાનોને રાષ્ટ્રસેવા સાથે જોડે છે. સાથે જ તેમણે દેશભરમાં આવી રાષ્ટ્રપ્રેમ અને સાંસ્કૃતિક આપ-લે વધારતી 'વંદે માતરમ કેમ્પ' જેવી ઇવેન્ટ્સ આયોજિત કરવા બદલ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના પ્રયાસોની પણ ખૂબ જ પ્રશંસા કરી હતી.

કાર્યક્રમના અંતે ગાંધીનગરના જિલ્લા યુવા અધિકારી (District Youth Officer) વર્ષા રોઘાએ ઉપસ્થિત તમામ અતિથિઓ, સહભાગી રાજ્યો અને આયોજક ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા 'આભાર વિધિ' (Vote of Thanks) કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સમાપન દેશભક્તિના વાતાવરણ વચ્ચે ગૌરવપૂર્ણ 'વંદે માતરમ' રાષ્ટ્રીય ગીતના ગાન સાથે કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande