યુપીએસસી અધ્યક્ષે, રાષ્ટ્રપતિને આયોગનો 76મો વાર્ષિક અહેવાલ સુપરત કર્યો
નવી દિલ્હી, 29 ઓક્ટોબર (હિ.સ.). સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) ના અધ્યક્ષ ડો. અજય કુમારે, આયોગના સભ્યો સાથે ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને તેમને આયોગનો 76મો વાર્ષિક અહેવાલ સુપરત કર્યો. આ પ્રસંગે, આયોગના શતાબ
યુપીએસસી અધ્યક્ષે, પોતાની ટીમ સાથે રાષ્ટ્રપતિને આયોગનો 76મો વાર્ષિક અહેવાલ સુપરત કર્યો


નવી દિલ્હી, 29 ઓક્ટોબર (હિ.સ.). સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) ના અધ્યક્ષ ડો. અજય કુમારે, આયોગના સભ્યો સાથે ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને તેમને આયોગનો 76મો વાર્ષિક અહેવાલ સુપરત કર્યો. આ પ્રસંગે, આયોગના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે જારી કરાયેલા સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટ પણ રાષ્ટ્રપતિને ભેટ આપવામાં આવ્યા.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આયોગના અધ્યક્ષ સાથે તેના સભ્યો લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) રાજ શુક્લા, સુમન શર્મા, બિદ્યુત બિહારી સ્વૈન, ડો. દિનેશ દાસા, શીલ વર્ધન સિંહ, સંજય વર્મા, સુજાતા ચતુર્વેદી અને અનુરાધા પ્રસાદ પણ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા.

આયોગ આ વર્ષે તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. તેની શરૂઆત 1926 માં થઈ હતી. યુપીએસસી ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અને ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) સહિતની વિવિધ ટોચની સિવિલ સેવાઓમાં અધિકારીઓની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande