
રાજૌરી, નવી દિલ્હી, 3 ઓક્ટોબર (હિ.સ.): ભારતીય સેનાએ, પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (પીઓજેકે) ની એક 17 વર્ષની છોકરીને પકડી પાડી છે, જે રાજૌરી જિલ્લાના નૌશેરા વિસ્તારમાં નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરીને ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ગઈ હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેનાની પેટ્રોલિંગ ટીમે નૌશેરાના લામ સેક્ટરમાં એલઓસી નજીક શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ હતી. ત્યારબાદ તેણીની અટકાયત કરવામાં આવી હતી. તેણીની ઓળખ સામિયા અઝીમ તરીકે થઈ છે, જે પીઓજેકે ના ખુઇરેટાના રહેવાસી મોહમ્મદ અઝીમની પુત્રી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રાથમિક પૂછપરછ બાદ, સેનાએ તેણીને પોલીસને સોંપી દીધી હતી. નૌશેરા પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીએ પૂછપરછ દરમિયાન દાવો કર્યો હતો કે, તે અજાણતા એલઓસી પાર કરીને ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ગઈ હતી. આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ