એકતાનગરમાં પ્રધાનમંત્રી મોદીએ ભારત પર્વનું ઉદ્ઘાટન કર્યું, એકતા પ્રકાશ પર્વ અને નર્મદા મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે
રાજપીપળા,30 ઓકટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડીમાં 14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જે બાદ તેઓ ગાંધીનગર લોકભવન પહોંચ્યા હતા. જ્યાથી હવે તેઓ એકતાન
Prime Minister Modi inaugurated Bharat Parv in Ektanagar


રાજપીપળા,30 ઓકટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડીમાં 14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જે બાદ તેઓ ગાંધીનગર લોકભવન પહોંચ્યા હતા. જ્યાથી હવે તેઓ એકતાનગરની મુલાકાતે આવ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કર્યું છે. અહિ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.

સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાનિધ્યમાં 1થી 15 નવેમ્બર સુધી ભારત પર્વ-2026 ખુલ્લું રહેશે. ભારત પર્વમાં 5,000 કલાકારો પોતાના રાજ્યોની કલા રજૂઆત કરશે. લોકનૃત્ય, હસ્તકલા અને દેશી વ્યંજનોનો મહોત્સવ. ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ની થીમ પર યોજાનારા આ પર્વમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકનૃત્યો, સંગીત, પરંપરાગત કળાઓ, હસ્તકલા, હેન્ડલૂમ અને પ્રાદેશિક વાનગીઓ મુખ્ય આકર્ષણ.

રાજ્ય અને કેન્દ્રીય મંત્રાલયોના પેવેલિયન, હસ્તકલા બજાર તથા દેશભરની વાનગીઓથી સજ્જ ફૂડ કોર્ટ મુલાકાતીઓને ભારતની સાંસ્કૃતિક વિવિધતાનો અનુભવ કરાવશે. ભારત પર્વ દેશના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિને એક મંચ પર લાવી રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક ગૌરવ અને પ્રવાસનને નવી ઊંચાઈ આપશે.ભારત પર્વમાં અલગ અલગ રાજ્યોની વાનગીઓ પીરસવામાં આવશે. ભારત પર્વમાં તેલંગાણાના પ્રવાસનનું પણ પ્રદર્શન કરાયું છે.

પ્રધાનમંત્રી મોદી સાંજે 6:00થી 7:30 કલાક દરમિયાન ‘આનંદમઠ’ અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રાત્રે 7:45થી 8:05 કલાક દરમિયાન ‘એકતા પ્રકાશ પર્વ’ની મુલાકાત લેશે.રાત્રે 8:15થી 8:45 કલાક દરમિયાન નર્મદા ઘાટ ખાતે યોજાનારી નર્મદા મહાઆરતીમાં સહભાગી બનશે. મહાઆરતી બાદ રાત્રે 8:45 કલાકે વડાપ્રધાન સર્કિટ હાઉસ જવા રવાના થશે.

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે. 31 ઓક્ટોબરે સવારે 8:45 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસથી સ્ટેચ્યુ ઑફ યુનિટી જવા રવાના થશે.

સવારે 9:15થી 9:30 વાગ્યા દરમિયાન સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીઓનું અનાવરણ કરશે. સવારે 9:35 વાગ્યે તેઓ નવી વિસ્ટાડોમ બસમાં રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ જવા રવાના થશે. સવારે 9:40થી 10:00 વાગ્યા દરમિયાન પ્રોજેક્ટની મુલાકાત લેશે.

સવારે 10:00થી 10:30 વાગ્યા દરમિયાન બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લેશે.આ કાર્યક્રમો બાદ મોદી સવારે 10:45થી સાંજે 5:10 વાગ્યા સુધી સર્કિટ હાઉસમાં રહેશે. સાંજે 5:15 વાગ્યે તેઓ એકતા પથ જવા રવાના થશે અને સાંજે 5:30થી 7:40 વાગ્યા દરમિયાન રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે. કાર્યક્રમો પૂરા થયા બાદ રાત્રે 8:00 વાગ્યે મોદી એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે. રાત્રે 9:10 વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande