
ગાંધીનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત પ્રવાસે પધારેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું તથા સ્નેહપૂર્ણ વિદાય આપી હતી.
આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સાથે વિતાવેલી ક્ષણો હંમેશાં ઊર્જા, ઉત્સાહ અને અમૂલ્ય માર્ગદર્શન પ્રદાન કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અથાગ પરિશ્રમ, દૂરદર્શી નેતૃત્વ અને રાષ્ટ્ર-સેવા પ્રત્યેની નિષ્ઠા આપણા સૌ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત અને આત્મનિર્ભર ભારત'ના નિર્માણનો તેમનો દ્રઢ સંકલ્પ દેશના જન-જનમાં 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવનાને વધુ પ્રબળ બનાવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસ પ્રવાસે છે, શુક્રવારે સવારે બનાસકાંઠાથી વિવિધ વિકાસના પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા હતા. આ સાથે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના 24 માં હપ્તાની રકમ દેશભરના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. શુક્રવારે સાંજે એકતાનગર ખાતે એકતા પ્રકાશ પર્વમાં હાજરી આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ