ભાજપે ઉત્તરાખંડમાંથી દિનેશ આર્ય અને પશ્ચિમ બંગાળમાંથી કોયલ મલ્લિકને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા
નવી દિલ્હી, ૦૪ ઓક્ટોબર (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ, ઉત્તરાખંડમાં યોજાનારી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી અને પશ્ચિમ બંગાળમાં યોજાનારી રાજ્યસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામોને મંજૂરી આપી દીધી છે. પાર્ટીએ ઉત્તરાખંડ
ભાજપ


નવી દિલ્હી, ૦૪ ઓક્ટોબર (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ, ઉત્તરાખંડમાં યોજાનારી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી અને પશ્ચિમ બંગાળમાં યોજાનારી રાજ્યસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામોને મંજૂરી આપી દીધી છે. પાર્ટીએ ઉત્તરાખંડમાંથી દિનેશ આર્ય અને પશ્ચિમ બંગાળમાંથી રુક્મિણી મલ્લિક (કોયલ મલ્લિક)ને ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપ તરફથી રવિવારે જારી કરાયેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બંને રાજ્યો માટે ઉમેદવારોના નામો પર પોતાની સ્વીકૃતિ આપી છે.

ઉત્તરાખંડમાં રાજ્યસભાની એક બેઠક માટે દ્વિવાર્ષિક ચૂંટણી યોજાવાની છે. આ માટે પાર્ટીએ શ્રી દિનેશ આર્યને ઉમેદવાર જાહેર કર્યા છે.

જ્યારે, પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની એક બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપે શ્રીમતી રુક્મિણી મલ્લિક (કોયલ મલ્લિક)ને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

દિનેશ આર્ય ઉત્તરાખંડમાં રાજ્યસ્તરીય પીવાના પાણીના દેખરેખ પરિષદના ઉપાધ્યક્ષ (રાજ્યમંત્રીનો દરજ્જો) રહી ચૂક્યા છે. તેઓ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના જનસંપર્ક અધિકારી, ભાજપના નૈનીતાલના પૂર્વ જિલ્લાધ્યક્ષ અને અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.

જ્યારે રુક્મિણી મલ્લિક, કોયલ મલ્લિકના નામથી ઓળખાય છે. તેઓ અભિનેત્રી અને રાજનેતા છે તથા મુખ્યત્વે બંગાળી ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતા છે. તેઓ તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે.

પશ્ચિમ બંગાળમાં એક રાજ્યસભા બેઠક ખાલી પડી છે. આ બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સભ્ય રુક્મિણી મલ્લિકે 16 જુલાઈએ રાજીનામું આપ્યું હતું. તેમનો કાર્યકાળ 2 એપ્રિલ 2032 સુધીનો હતો. ખાલી પડેલી આ જ બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની 10 અને ઉત્તરાખંડની એક રાજ્યસભા બેઠક પર દ્વિવાર્ષિક ચૂંટણી તથા પશ્ચિમ બંગાળની એક બેઠક પર પેટાચૂંટણી 16 ઓક્ટોબરે યોજવામાં આવશે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના 11 રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ આ વર્ષે નવેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે. આને કારણે આ બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણી યોજવામાં આવી રહી છે. ઉમેદવારો 6 ઓક્ટોબર સુધી નામાંકન દાખલ કરી શકશે. 7 ઓક્ટોબરે નામાંકન પત્રોની તપાસ થશે. ઉમેદવારો 9 ઓક્ટોબર સુધી પોતાનું નામ પાછું ખેંચી શકશે. 16 ઓક્ટોબરે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી શરૂ થશે. ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા 19 ઓક્ટોબર સુધીમાં પૂરી કરી લેવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/અનુપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande