ભારત-કેનેડા વચ્ચે સીઈપીએ વાટાઘાટોનો પાંચમો રાઉન્ડ સોમવારથી શરૂ થશે
નવી દિલ્હી, 04 ઓક્ટોબર (હિ.સ.). ભારત અને કેનેડા વચ્ચે પ્રસ્તાવિત, વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઈપીએ) માટે પાંચમા રાઉન્ડની વાટાઘાટો 5 ઓક્ટોબરથી ઓટાવામાં શરૂ થશે. બંને દેશોનો લક્ષ્ય આ વર્ષના અંત સુધીમાં વાતચીત પૂર્ણ કરવાનો છે. પાંચ દિવસ સુધી ચાલનાર
ભારત-કેનેડા લોગો ચિત્ર


નવી દિલ્હી, 04 ઓક્ટોબર (હિ.સ.). ભારત અને કેનેડા વચ્ચે પ્રસ્તાવિત, વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઈપીએ) માટે પાંચમા રાઉન્ડની વાટાઘાટો 5 ઓક્ટોબરથી ઓટાવામાં શરૂ થશે. બંને દેશોનો લક્ષ્ય આ વર્ષના અંત સુધીમાં વાતચીત પૂર્ણ કરવાનો છે. પાંચ દિવસ સુધી ચાલનારી આ વાટાઘાટો 9 ઓક્ટોબરના રોજ સમાપ્ત થઈ શકે છે. આ વાતચીતનો ચોથો રાઉન્ડ 18 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં સંપન્ન થયો હતો.

સૂત્રોએ જણાવ્યું કે, બંને દેશો આ વર્ષના અંત સુધીમાં વાટાઘાટો પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે વાતચીતમાં તેજી લાવી રહ્યા છે. આ વાટાઘાટો એટલા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ગયા મહિને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ડિસેમ્બર આસપાસ કેનેડાની યાત્રા કરી શકે છે. ભારત અને કેનેડા વાટાઘાટોને વધુ ગતિ આપવા માટે કેનેડાના વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુ આ મહિનાના અંતમાં 300 સભ્યોના કારોબારી પ્રતિનિધિમંડળ સાથે નવી દિલ્હી આવશે. સિદ્ધુ અને વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગયા મહિને મુંબઈમાં મુલાકાત કરીને વાતચીતની પ્રગતિની સમીક્ષા કરી હતી.

શું છે પ્રસ્તાવિત વ્યાપક આર્થિક ભાગીદારી કરાર

ભારત અને કેનેડાનો પ્રસ્તાવિત વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઈપીએ) એક પ્રકારનો મુક્ત વ્યાપાર કરાર છે, જેના હેઠળ બંને દેશો પરસ્પર થતા વેપારમાં મહત્તમ સંખ્યામાં વસ્તુઓ પર સીમા શુલ્કને ઘણો ઓછો કરે છે અથવા સમાપ્ત કરે છે. આ ઉપરાંત, કુશળ વ્યાવસાયિકોની અવરજવરના નિયમોને સરળ બનાવવા અને રોકાણ આકર્ષવાના ઉપાયો પણ તેમાં શામેલ હોય છે.

માર્ચ, 2022માં બંને દેશોએ વચગાળાના કરાર માટે વાતચીત ફરી શરૂ કરી. 2023માં બંને દેશોના સંબંધોમાં તણાવ વધ્યા પછી કેનેડાએ વાટાઘાટો ફરી રોકી દીધી. નવેમ્બર, 2025માં બંને દેશોએ પ્રસ્તાવિત મુક્ત વ્યાપાર કરાર માટે ઔપચારિક વાટાઘાટો ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande