
નવી દિલ્હી, 04 ઓક્ટોબર (હિ.સ.). રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ની ત્રણ દિવસીય દ્વિમાસિક નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની સમીક્ષા બેઠક સોમવારથી શરૂ થશે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાના અધ્યક્ષપદે મુંબઈમાં આયોજિત આ બેઠક 5 થી 7 ઓક્ટોબર સુધી ચાલશે. આર્થિક બાબતોના નિષ્ણાતોનું કહેવું છે કે આ વખતે નીતિગત વ્યાજ દર રેપો રેટમાં 0.25 ટકાનો વધારો થવાની સંભાવના છે.
આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના અધ્યક્ષપદે, છ સભ્યોવાળી એમપીસીની ત્રણ દિવસ સુધી ચાલનારી સમીક્ષા બેઠકમાં મોંઘવારી, આર્થિક ગતિવિધિઓ અને નીતિગત વ્યાજ દરો (રેપો રેટ)ની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રા 7 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે નાણાકીય નીતિના નિર્ણયની જાણકારી આપશે.
અર્થશાસ્ત્રીઓ અને બેંક અધિકારીઓનું માનવું છે કે, પશ્ચિમ એશિયા સંકટ ફરીથી ઘેરું બનવાથી ઉદ્ભવેલા ફુગાવાના દબાણ વચ્ચે રિઝર્વ બેંક ઓક્ટોબરની નાણાકીય નીતિની સમીક્ષામાં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે. આ પહેલા બ્રોકરેજ પેઢી નોમુરાએ ઓક્ટોબર-ડિસેમ્બરની નાણાકીય સમીક્ષાની બેઠકોમાં નીતિગત દર રેપો રેટમાં 0.25-0.25 ટકા સુધીના વધારાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આરબીઆઈએ ઓગસ્ટમાં યોજાયેલી અગાઉની એમપીસી બેઠકમાં રેપો રેટને 5.25 ટકા પર યથાવત રાખ્યો હતો. 2023 પછી આ પહેલીવાર હશે જ્યારે આરબીઆઈ વ્યાજ દરોમાં વધારો કરશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ