'મારી સફળતા પર શંકા કરનારાઓને ખોટા સાબિત કરવાના હતા'- કીર્તિએ, સંઘર્ષની કહાણી સંભળાવી.
નવી દિલ્હી, 04 ઓક્ટોબર (હિ.સ.) એશિયન ગેમ્સ-2026માં સુવર્ણ પદક જીતનાર ભારતીય મહિલા રિકર્વ ટીમના ભાગ રહેલા કીર્તિ શર્માએ પોતાની સફળતા પર કહ્યું કે, તેમણે નક્કી કરી લીધું હતું કે તેમની ટીકા કરનારાઓને ખોટા સાબિત કરવાના છે અને તેના માટે તેમને જે કંઈ પણ
કીર્તિ શર્મા


નવી દિલ્હી, 04 ઓક્ટોબર (હિ.સ.) એશિયન ગેમ્સ-2026માં સુવર્ણ પદક જીતનાર ભારતીય મહિલા રિકર્વ ટીમના ભાગ રહેલા કીર્તિ શર્માએ પોતાની સફળતા પર કહ્યું કે, તેમણે નક્કી કરી લીધું હતું કે તેમની ટીકા કરનારાઓને ખોટા સાબિત કરવાના છે અને તેના માટે તેમને જે કંઈ પણ કરવું પડે તે કરશે.

કીર્તિ શર્મા, અંકિતા ભગત અને કુમકુમ મોહોદની ભારતીય મહિલા રિકર્વ ટીમે એશિયન ગેમ્સ-2026માં ઇતિહાસ રચ્યો. તેમણે ફાઇનલમાં શક્તિશાળી દક્ષિણ કોરિયાને હરાવીને સુવર્ણ પદક પોતાના નામે કર્યો.

હરિયાણાના રિતૌલી ગામના એક ખેડૂત પરિવારમાં જન્મેલી કીર્તિને બાળપણથી જ સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ગ્રામીણ અને રૂઢિચુસ્ત વાતાવરણમાં તેમને રમતોમાં કારકિર્દી બનાવવા અંગે ઘણી વાતો સાંભળવી પડી. આ છતાં તેમણે હાર ન માની.

કીર્તિએ ભારતીય ખેલ પ્રાધિકરણ (સાઈ) મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, બાળપણથી જ તેમની તબિયત સારી રહેતી ન હતી. તેમને ઘણા લોકોની નકારાત્મક વાતો સાંભળવી પડતી હતી, જેઓ તીરંદાજીમાં તેમની સફળ થવાની ક્ષમતા પર શંકા કરતા હતા. શારીરિક રીતે સ્વસ્થ ન હોવાને કારણે, શરૂઆતમાં મને ભારે પાઉન્ડવાળા ધનુષ ઉઠાવવામાં પણ મુશ્કેલી થતી હતી, પરંતુ મેં નક્કી કરી લીધું હતું કે પોતાની ટીકા કરનારાઓને ખોટા સાબિત કરવા માટે જે કંઈ પણ કરવું પડે, હું કરીશ.

તેમણે આ લક્ષ્ય ત્યારે હાંસલ કર્યું જ્યારે ભારતીય ત્રિપુટીએ એશિયન ગેમ્સ-2026માં ઇતિહાસ રચ્યો. ફાઇનલમાં 10 વખતની ચેમ્પિયન દક્ષિણ કોરિયાને 5-3થી હરાવીને મહિલા રિકર્વ ટીમ સ્પર્ધાનો સુવર્ણ પદક જીતી લીધો. 19 વર્ષની ખેલાડીએ મુશ્કેલ સમયમાં સાથ આપવા અને પોતાની સફળતાનો પાયો નાખવાનો શ્રેય પોતાના પરિવાર, ખાસ કરીને પોતાના પિતા વિજય શર્માને આપ્યો.

કીર્તિએ કહ્યું કે, મારા પિતા ખેડૂત છે, પરંતુ તેમણે હંમેશા મારો સાથ આપ્યો છે અને આર્થિક તંગી હોવા છતાં મારા ખેલ કારકિર્દી સાથે સંકળાયેલા તમામ ખર્ચ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ઘણા લોકોએ મારા પિતાને કહ્યું કે તેમને મને સ્પોર્ટ્સમાં જવા દેવી ન જોઈએ, કારણ કે હું એક છોકરી છું. તેમણે મારી ખરાબ તબિયતને કારણે મારા સફળ થવાની ક્ષમતા પર પણ શંકા વ્યક્ત કરી, પરંતુ મારા પિતાએ હંમેશા મારા પર ભરોસો કર્યો છે.

હજારીબાગના સાઈ ટ્રેનિંગ સેન્ટરમાં અભ્યાસ કરનાર આર્ચર (તીરંદાજ)એ કહ્યું કે, એશિયન ગેમ્સમાં સફળતાનો માર્ગ બનાવવાનો સંપૂર્ણ શ્રેય ભારતીય ખેલ પ્રાધિકરણ અને તેમના કોચ ઉદ્ધવ સિંહને જાય છે.

કીર્તિએ કહ્યું કે, મારા પરિવાર અને કોચે હંમેશા મારો સાથ આપ્યો છે અને મને ખાતરી આપી છે કે, હું કમાલ કરી શકું છું. મેં સાઈ હજારીબાગમાં ટ્રાયલ એટલા માટે આપ્યો કારણ કે મારા કોચ ઉદ્ધવ સિંહનું ત્યાં સ્થળાંતરણ થઈ ગયું હતું. શરૂઆતના વર્ષોમાં હું ઉદ્ધવ સર દ્વારા શરૂ કરાયેલી એક એકેડમીમાં અભ્યાસ કરતી હતી.

તેમણે કહ્યું કે, હું 4 વર્ષ પહેલા સાઈ હજારીબાગ ગઈ હતી. ત્યારથી મારી કારકિર્દીમાં જબરદસ્ત સુધારો થયો છે. મેં જે કંઈ પણ હાંસલ કર્યું છે, તેનો શ્રેય ભારતીય ખેલ પ્રાધિકરણ અને કોચને જાય છે.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande