યમનમાં હુતીના ઠેકાણાઓ પર હુમલો, સાઉદી સમર્થિત સરકારી સેનાઓએ કહેર વર્તાવ્યો
સના (યમન), નવી દિલ્હી, 04 ઓક્ટોબર (હિ.સ.) યમનમાં સાઉદી-સમર્થિત સરકારી સેનાઓએ હુતી-નિયંત્રિત રાજધાની સના પર હવાઈ હુમલા કરીને કહેર વર્તાવ્યો છે. યમન સરકાર સમર્થક સેનાઓનું કહેવું છે કે, તેમણે તાઈઝ પ્રાંતના અલ-તવ્વાહી મોરચા પર અને લાહિજ પ્રાંતના અલ-બ
યમન


સના (યમન), નવી દિલ્હી, 04 ઓક્ટોબર (હિ.સ.) યમનમાં સાઉદી-સમર્થિત સરકારી સેનાઓએ હુતી-નિયંત્રિત રાજધાની સના પર હવાઈ હુમલા કરીને કહેર વર્તાવ્યો છે.

યમન સરકાર સમર્થક સેનાઓનું કહેવું છે કે, તેમણે તાઈઝ પ્રાંતના અલ-તવ્વાહી મોરચા પર અને લાહિજ પ્રાંતના અલ-બાહા જિલ્લામાં હુતી વિદ્રોહીઓ વિરુદ્ધ 97 સચોટ હુમલા કર્યા.

અલ જઝીરાના અહેવાલ મુજબ, યમની સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ માજિદ અબ્દુલ્લા અલ-નુજૈલીએ જણાવ્યું કે, આ અભિયાનોમાં વિમાનો, ડ્રોન, તોપખાના, મિસાઈલો અને સ્નાઈપર્સનો ઉપયોગ કરવામાં આવ્યો. તેમણે એક્સ પોસ્ટમાં જણાવ્યું કે, હુમલામાં હુતીના 260 લડવૈયાઓને ઠાર કરવામાં આવ્યા. હુતીના સૈન્ય વાહનોની સાથે-સાથે પરિવહન અને પુરવઠા વાહનોને નષ્ટ અથવા નુકસાનગ્રસ્ત કરવામાં આવ્યા.

જોકે, થોડા કલાકો પહેલાં તેમણે કહ્યું હતું કે, સરકાર-સમર્થક સેનાઓએ, સના, મિડી, બાકિમ, અલ-જૌફ, મારબ, અલ-બૈદા, લાહિજ અને તાઈઝમાં હુતી વિદ્રોહીઓ પર 257 હુમલા કર્યા. હુમલાઓમાં ઓછામાં ઓછા 700 લડવૈયાઓ માર્યા ગયા.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande