




પોરબંદર , 05 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર શહેરના ઉદ્યોગનગર ફાટક નજીક ખાપટ ગામની સરકારી જમીન પર થયેલા દબાણો સામે તંત્ર દ્વારા આજે મેગા ડિમોલેશનની
કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નરસંગ ટેકરી રેલવે
ફાટકથી ગરનાળા સુધીના પ્રસ્તાવિત ફોર-લેન
રસ્તાના કામમાં નડતરરૂપ બની રહેલા આશરે 25 જેટલા રહેણાંક મકાનોને દૂર કરવા માટે સવારના 10 વાગ્યા બાદ બુલડોઝર ઉતારવામાં આવ્યું હતું.
રે.સ.નં. 477માં આવેલી સરકારી જમીનપર બિનખેતી ઉપયોગ સાથે રહેણાંક મકાનો ઉભા કરવામાં આવ્યા હોવાના મામલે અગાઉથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ મામલે દબાણકારો દ્વારા હાઇકોર્ટનો આશરો લેવામાં આવ્યો હતો અને આશરે એક વર્ષ
સુધી કોર્ટમાં કાર્યવાહી ચાલી હતી.
તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા
સ્ટે હટાવવામાં આવતા સરકારી જમીન ખાલી કરાવવાનો માર્ગ મોકળો થયો હતો.હાઇકોર્ટની કાર્યવાહી બાદ મામલતદાર
કચેરી દ્વારા ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ
મુજબ દબાણ દૂર કરવા માટે નોટિસો આપવામાં આવી હતી. દબાણકારોને જગ્યા ખાલી કરી સરકારી જમીનનો કબજો તંત્રને સોંપવા સમય
આપવામાં આવ્યો હતો. જોકે, સમયમર્યાદા બાદ પણ કેટલાક દબાણો યથાવત રહેતા આજે તંત્ર દ્વારા
સ્થળ પર પહોંચી ડિમોલેશનની કાર્યવાહી શરૂ
કરવામાં આવી હતી.
આ દબાણો નરસંગ ટેકરી રેલવે ફાટકથી ગરનાળા સુધીના પ્રસ્તાવિત મુખ્ય
ફોર-લેન રસ્તાતેમજ વરસાદી પાણીના નિકાલના કામમાં
નડતર રૂપહોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. આ
માર્ગ બનવાથી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી
થવાની સાથે વરસાદી પાણીના નિકાલની
વ્યવસ્થામાં પણ સુધારો થવાની શક્યતા છે.
ડિમોલેશનની
કામગીરી દરમિયાન રહેણાંક મિલકતોમાં એક આશરે રૂ.40 લાખની કિંમતનો બંગલો પણ હોવાનું સામે
આવ્યું હતું, જેને પણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યો હતો. કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી
સંદીપસિંહ જાદવ, મામલતદાર ભરત સંચાણીયા સહિત મહાનગરપાલિકા, વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફનો કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો.
તંત્ર દ્વારા સરકારી જમીન પરના દબાણો દૂર કરી
રસ્તા તથા વરસાદી પાણીના નિકાલના પ્રસ્તાવિત
કામમાટે જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે.
સવારથી શરૂ થયેલી આ કામગીરીને પગલે ઉદ્યોગનગર
ફાટક આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya