
અમદાવાદ,05 ઓકટોબર (હિ.સ.) ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટમાં નિમણૂકને ભારતના રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 124ના ક્લોઝ (2) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જજ તરીકે સત્તાવાર નિમણૂક કરી છે. ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલયના ન્યાય વિભાગે આજે જાહેરનામું બહાર પાડ્યું છે.
નોટિફિકેશન અનુસાર, જસ્ટિસ સુનિતા અગ્રવાલ પોતાનો પદભાળ સંભાળશે તે તારીખથી સુપ્રીમ કોર્ટના જજ તરીકે કાર્યરત થશે. આ જાહેરનામું સંયુક્ત સચિવ જગન્નાથ શ્રીનિવાસન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.આજે ગુજરાત હાઇકોર્ટમાં તમામ જજીસ અને સરકારી વકીલોની ઉપસ્થિતિમાં જજ સુનિતા અગ્રવાલનો વિદાય સમારંભ યોજાયો હતો.
સુનિતા અગ્રવાલ 3 વર્ષ પહેલાં સોનિયા ગોકાણી બાદ ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા. તેઓ મૂળ અલ્લાહાબાદ હાઈકોર્ટના જજ છે અને જુલાઈ 2023થી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત છે. 1989માં અવધ યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક થયા હતા અને ડિસેમ્બર 1990થી લીગલ પ્રોફેશનમાં છે.
નવા ચીફ જસ્ટિસ તરીકે માનસ રંજન પાઠકની કોલેજીયમ ભલામણ કરી શકે. ગુજરાત હાઇકોર્ટમાં અત્યારે 52 જજીસની જગ્યા સામે 33 જજીસ છે, જ્યારે 19 જગ્યા ખાલી છે. હાઇકોર્ટમાં જજીસ માટે નિવૃત્તિની ઉંમર 62 વર્ષ અને સુપ્રીમમાં 65 વર્ષ છે. હવે ગુજરાત હાઇકોર્ટમાં સૌથી મોસ્ટ સિનિયર જજ માનસ રંજન પાઠક રહેશે.
તેમની તાજેતરમાં જ ઓડિશા હાઈકોર્ટથી ગુજરાત હાઇકોર્ટમાં બદલી થઈ છે.ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ તરીકે માનસ રંજન પાઠક અથવા અન્ય કોઈની આગામી સમયમાં સુપ્રીમની કોલેજિયમ ભલામણ કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ