

- રાત્રિના આશરે 2 વાગ્યે કંપનીમાં આગ ફાટી નીકળીતા કંપનીના કામદારોમાં નાસભાગ મચી ગઈ
ભરૂચ,05 ઓક્ટોબર (હિ.સ.) વહેલી સવારે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી અઢી કલાકની ભારે જહેમત બાદ વહેલી સવારે આગ પર પૂર્ણ કાબૂ મેળવી લીધો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં હોસ્ટર લાઇફ સાયન્સ પ્રા. લી. કંપનીમાં ભીષણ આગ લાગી હતી.
રાત્રિના આશરે 2 વાગ્યે કંપનીમાં આગ ફાટી નીકળીતા કંપનીના કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી.કંપનીમાં આગની ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ચાર જેટલા ફાયર બ્રિગેડની મદદથી પાણીનો મારો ચાલવી આગ પર કાબૂ મેળવાયો હતો.અંદાજિત અઢી કલાકની જહેમત બાદ વહેલી સવારે આગ કાબૂમાં આવી ગઈ હતી. ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થઈ ન હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે જ્યારે આગનું કારણ અંકબંધ છે .
ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં જ ફાયર ફાઈટરોની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આગની ગંભીરતાને ધ્યાને રાખીને 4 જેટલા ફાયર બ્રિગેડના વાહનો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયર વિભાગના કર્મચારીઓએ અંદાજે અઢી કલાક સુધી સતત પ્રયાસો કરીને વહેલી સવારે આગને કાબૂમાં લીધી હતી.પ્રાથમિક અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ કે ઈજા થઈ નથી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તે અંગે તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ