
સોમનાથ, 05 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ જિલ્લામાં સતત મતદારયાદી સુધારણા પ્રક્રિયા અંતર્ગત મતદારયાદીમાં નોંધણીથી વંચિત મતદારો માટે ખાસ ઝૂંબેશનું આયોજન કરાયું છે.કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીમાં નોંધણીથી વંચિત મતદારો માટે ખાસ ઝૂંબેશનું આયોજન કરાયું છે. જે અંતર્ગત 90 - સોમનાથ, 91 -તાલાલા, 92 -કોડિનાર અને 93 -ઉના મતદાર વિભાગોમાં વિધાનસભા વિસ્તારમાં સમવિષ્ટ મતદારો જેમના નામ નોંધણીમાં બાકી રહી ગયા હોય તેઓ નોંધણી કરાવી શકે છે.
આ ઝૂંબેશ અંતર્ગત 11 ઓક્ટોબર, 18 ઓક્ટોબર,25 ઓક્ટોબર અને 1 નવેમ્બર નોંધણી કરવામાં આવશે. નોંધણી કરવા માટે આધાર-પુરાવા સાથે પોતાના નજીકના બૂથ લેવલ ઓફિસરનો સંપર્ક કરવા કલેક્ટરએ અનુરોધ કર્યો છે. સોમનાથ જિલ્લામાં 1 ઓક્ટોબર 2026 થી મતદારયાદીમાં નોંધણીથી વંચિત અને 18-19 વર્ષના યુવા મતદારોની નોંધણી માટે ખાસ વિશેષ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.
મતદાર નોંધણી અધિકારીઓ અને તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા સતત સુધારણા પ્રક્રિયા હેઠળ બાકી રહેલા તમામ પાત્ર નાગરિકોને આ ઝૂંબેશમાં સહભાગી બનાવી અને નોંધણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં મતદારયાદીમાં નોંધણીથી વંચિત અને 18-19 વર્ષના યુવા મતદારોની નોંધણી માટે ખાસ વિશેષ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ ખાતે સ્વીપ એક્ટિવિટી દ્વારા જાગૃતિ કાર્યક્રમ પણ યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ