
મહેસાણા, 05 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરમાં શિક્ષણ ક્ષેત્રને લગતા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન નવા આંગણવાડી કેન્દ્રોના નિર્માણ, નવા શાળા ભવનો બનાવવા તેમજ હાલની શાળાઓમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે માટે શિક્ષણ ક્ષેત્રના અન્ય વિવિધ મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
શાળાઓમાં જરૂરી માળખાકીય સુવિધાઓ, આંગણવાડી કેન્દ્રોની જરૂરિયાત અને શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટેની કામગીરી અંગે સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં શહેરમાં શિક્ષણ સાથે સંકળાયેલા વિકાસકાર્યોને આગળ વધારવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR