ખેરાલુમાં વરલી મટકાનો જુગાર ઝડપાયો: 2 પકડાયા, મુદ્દામાલ કબજે
મહેસાણા, 5 ઓક્ટોબર (હિ.સ.) : ખેરાલુ ટાઉનમાં વરલી મટકાનો જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે મહેસાણા LCBએ દરોડો પાડી 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ ₹10,700, 2 મોબાઇલ ફોન અને જુગારનું સાધનસામગ્રી મળી કુલ ₹17,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પો
ખેરાલુમાં વરલી મટકાનો જુગાર ઝડપાયો, 2 પકડાયા; ₹17,700નો મુદ્દામાલ કબજે


મહેસાણા, 5 ઓક્ટોબર (હિ.સ.) : ખેરાલુ ટાઉનમાં વરલી મટકાનો જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે મહેસાણા LCBએ દરોડો પાડી 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ ₹10,700, 2 મોબાઇલ ફોન અને જુગારનું સાધનસામગ્રી મળી કુલ ₹17,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, LCBની ટીમ ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ASI જયેશભાઈ માનસંગભાઈ અને PC કલ્પેશકુમાર રામજીભાઈને બાતમી મળી હતી કે ખેરાલુના ખોખરવાડા વિસ્તારમાં એક રહેણાક મકાન આગળ પતરાવાળા શેડની ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો આંક-ફરકનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા મહેબુબશા હુસેનશા ફકીર અને નિશારભાઈ યુસુફભાઈ ભટ્ટી મળી આવ્યા હતા. બંને પાસેથી ₹10,700 રોકડા, વરલી મટકાના આંકડા લખેલી એક નોટબુક, એક બોલપેન તથા 2 મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, આ મામલે યાશિનહુસૈન ઉર્ફે મનાભાઈ અહેમદભાઈ સિન્ધી અને લાલાજી રમણજી ઠાકોર સ્થળ પર હાજર મળ્યા નહોતા. ચારેય સામે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande