
પોરબંદર , 05 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત ભાડા વિધેયક-2026માં જરૂરી સુધારા કરવાની માંગ સાથે પોરબંદર બાર
એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે. ભાડા સંબંધિત
વિવાદોના નિર્ણયની સત્તા અદાલતો પાસેથી વહીવટી અધિકારીઓને સોંપવાના મુદ્દે પોરબંદર
બારએસોસિએશન દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત
કરવામાં આવી છે.
આ મુદ્દો માત્ર વકીલોના હિત પૂરતો
સીમિત નરહેતા ન્યાયતંત્રની ભૂમિકા, અદાલતોની સત્તા અને નાગરિકોના સ્વતંત્ર તથા નિષ્પક્ષ ન્યાય
મેળવવાના અધિકાર સાથે સંકળાયેલો હોવાનું
વકીલ સમાજે જણાવ્યું છે. ભાડા સંબંધિત વિવાદોના
નિર્ણયની સત્તા અદાલતો પાસે જળવાઈ રહે અને
વિધેયકમાં જરૂરી સુધારા કરવામાં આવે તેવી માંગ
કરવામાં આવી છે.
વિરોધના ભાગરૂપે પોરબંદર બાર એસોસિએશન દ્વારા તા. 3 ઓક્ટોબર, શનિવાર અને તા. 5 ઓક્ટોબર, સોમવારના રોજ બે દિવસ કોર્ટ કાર્યવાહિથી અલિપ્ત રહેવાનો નિર્ણય
લેવામાં આવ્યો છે. વકીલ સમાજ દ્વારા અદાલતો
સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે કે આંદોલનના સમયગાળા દરમિયાન બોર્ડ પરની બાબતોમાં કાયદાકીય જોગવાઈઓ અને કેસની
પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુદતની વિનંતીઓ અંગે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવામાં આવે.
માત્ર વકીલની ગેરહાજરીને કારણે પક્ષકારને
નુકસાન થાય તેવા પ્રતિકૂળ હુકમો ટાળવા અંગે
યોગ્ય વિચારણા કરવા પણ અપીલ કરવામાં આવી છે.પોરબંદર બાર એસોસિએશને જણાવ્યું છે
કે આરજૂઆત અદાલતો પ્રત્યેના અવિશ્વાસ માંથી
નહીં, પરંતુ ન્યાયતંત્રની સ્વતંત્રતા અને અદાલતોની ભૂમિકા પ્રત્યેના વિશ્વાસ માંથી કરવામાં
આવી છે.બાર અને બેન્ચ વચ્ચેનો પરસ્પર આદર, સંવાદ અને સહકાર જળવાઈ રહે તે માટે પણ
સંવેદનશીલ અભિગમ અપનાવવા અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya